News of Thursday, 2nd October 2025
ડીવીઝનલ નિયામકને રજૂઆતો છતાં કોઇ નિરાકરણ નહીઃ સાવ ખખડધજ બસઃ અનેક વખત બંધ પડી જાય છે...!!

રાજકોટ તા. ર :.. ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ - ઉના ટાઈમ બપોરે ૧૨-૩૦ વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો છે. આ બાબતે અગાઉ ડીસીનું પણ ધ્યાન દોરાયું હતું, પરંતુ કોઇ ઉકેલ નહીં આવતા આખરે વાહન વ્યવહાર મંત્રીને ફરીયાદ થયાનું બહાર આવ્યું છે.
ગોંડલ ડેપો મેનેજર સાથે અનેક વાર રજૂઆત કરવા છતાં આ બસ છેલ્લા છ મહિનાથી કાયમ માટે ૧૨-૩૦ ની બદલે ૨ વાગ્યાની આજુબાજુ ઉપડે છે આ બસમાં ખૂબ જ રિઝર્વેશન હોય છે તેમજ ફુલ ટ્રાફિક વાળી બસ હોય છે છતાં ગોંડલ ડેપોની અન આવડતને હિસાબે આ બસ દરરોજ અલગ અલગ પ્રકારની ખખડધજ બસ મૂકે છે તેથી આ બસ રાજકોટ થી ઉપડી અને છેલ્લે ઉના સ્ટોપ આવે ત્યાં સુધી પહોંચતી પણ નથી રસ્તામાં જ બંધ પડી જાય છે અને મુસાફરો ખૂબ જ હેરાન થાય છે પાંચ કલાકના ગાળામાં આ રૂટમાં આ એક જ બસ છે જેમાં અનેક ગામડાના પેસેન્જર મુસાફરી કરે છે
ગોંડલ ડેપોમાં છેલ્લા છ મહિનામાં અનેક નવી બસો આવેલ પણ આ રૂટમાં એક પણ નવી બસ હજુ સુધી મુકેલ નથી સારી એવી આવક ધરાવતો આ રૂટ ગોંડલ ડેપોનો અનમાનીતો રૂટ હોય તેવું લાગે છે
આ રૂટ ની બસ તાત્કાલિક અસરથી સારી અને નવી મૂકવી અને કાયમી ધોરણે નિયમિત કરવી તેમ જ તેમાં કંડકટર તેમજ ડ્રાઇવર ફિક્સ કાયમી હાલે તેવા મુકવા તેવી મુસાફરોએ ઉગ્ર માંગ કરી છે તારીખ ૧-૧૦ ને બુધવારના રોજ બપોરે ૨ વાગે બસ ઉપડેલ મુસાફરોએ કંટ્રોલરૂમમાં હો હા અને દેકારો બોલાવેલ આજે આ બસ પ્લેટફોર્મ એ લાગેલ પણ ખખડધજ બસને હિસાબે બસ ચાલુ જ થયેલ ન હતી એક તો ૧૨-૩૦ ની બદલે ૨ વાગે બસ આવેલ અને તેમાં પણ ચાલુ નહીં થઈ તો ડિવિઝન કંટ્રોલર તેમજ ગોંડલ ડેપો મેનેજર આ બસનું યોગ્ય નિરાકરણ લાવે, તેવી માંગણી ઉઠી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
