<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

પોરબંદર પાસે બાઇકને બોલેરોએ ઠોકરે મારતાં મજૂર ગણેશભાઇનું મોત

મુળ એમપીના આધેડ સગાને મળવા જતા હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ નિપજ્‍યું

રાજકોટ તા. ૨: પોરબંદરના ભારવાડા ગામ નજીક બાઇકને બોલેરોના ચાલકે ઠોકરે લેતાં બાઇકચાલક પોરબંદર નટવરનગરમાં રહેતાં ગણેશભાઇ કુંભલાભાઇ પંચોલી-ભીલ (ઉ.વ.૪૫)નું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. ગણેશભાઇ પરિવાર સાથે પોરબંદર નટવરનગરમાં રહેતાં ગણેશભાઇ છુટમક મજૂરી કરતાં હતાં. તે છ ભાઇ અને છ બહેનમાં નાના હતાં. સંતાનમાં ચાર દિકરા અને બે દિકરી છે. પોતે ૩૦મીએ સવારે દસેક વાગ્‍યે મોટરસાઇકલ હંકારીને ભારવાડા ગામ પાસે સગાને મળવા જતાં હતાં ત્‍યારે બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બગવદર પોલીસને જાણ કરી હતી. મેટોડામાં ૪૫ વર્ષિય રમેશભાઇ બંસલનું હૃદય બેસી જતાં મોત

મોડી રાતે બેભાન હાલતમાં રાજકોટ  સિવિલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: મેટોડા જીઆઇડીસીમાં રહેતાં મુળ એમપીના વતની રમેશભાઇ સખુઆભાઇ બંસલ (ઉ.વ.૪૫) રાતે અઢી વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ જતાં બેભાન જેવા થઇ ગયા હતાં. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મૃત્‍યુ થયું હતું. રમેશભાઇ કંપનીમાં નોકરી કરતાં હતાં અને ત્રણ ભાઇ તથા ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. 

(1:13 PM IST)