<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્‍યો

જુનાગઢ, અમરેલી, મોરબી, ગીરસોમનાથ, ભાવનગર, કચ્‍છ જીલ્લામાં હળવો-ભારે વરસાદ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. રઃ ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદ નોંધાયો છે, જેમાં જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં સૌથી વધુ ૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. અમરેલીના રાજુલામાં ૩૨ મીમી, પોરબંદરના કુતિયાણા અને ગીર સોમનાથના કોડીનારમાં ૨૭ મીમી વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત, ગીર સોમનાથના તલાલામાં ૨૪ મીમી, જુનાગઢના માણાવદર અને મોરબીમાં ૨૨ મીમી, અમરેલીના કુંકાવાવ વાડિયામાં ૧૯ મીમી, તેમજ દેવભૂમિ દ્વારકા, જુનાગઢના માંગરોળ અને સુરતના ઉમરપાડામાં ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો. અન્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી, જેમાં જુનાગઢના કેશોદ અને ભાવનગરના મહુવામાં ૧૭ મીમી, જુનાગઢના માળિયા હાટિના, પોરબંદરના રાણાવાવ, ગીર સોમનાથના ગિરગઢડા અને કચ્‍છના ગાંધીધામમાં ૧૬ મીમી, તેમજ જુનાગઢના મેંદરડા, વિસાવદર, મોરબીના માળિયા અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૧૪ થી ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.

(1:13 PM IST)