News of Thursday, 2nd October 2025
પોરબંદર જિલ્લો બન્યાને આજે ગાંધી જયંતીએ ર૮ વર્ષ પૂર્ણ
પોરબંદર જિલ્લો બન્યો તે વખતે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા અને તેઓ પોરબંદર આવી નહીં શકતા તે સમયે ૩ વર્ષના અને હાલ ટીવી ન્યુઝ રીપોર્ટર દિક્ષીત ઠકરારના હસ્તે દીપ પ્રાગટય કરીને જિલ્લાનું ઉદ્દઘાટન કર્યું હતું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ પોરબંદર જિલ્લો બન્યો અને આજે ર૮ વર્ષ પુરા થયા છે.
તા. ર-૧૦-૧૯૯૭ના રોજ પોરબંદર જિલ્લો જાહેર થયો હતો.
પોરબંદર જિલ્લો જાહેર થયો ત્યારે જિલ્લો રાજપાની સરકાર હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યો હતો અને શંકરસિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું પરંતુ તે વખતે મુખ્યમંત્રી આવી ન શકતા તે વખતે જિલ્લાના પ્રથમ કલેકટર મનોજકુમાર દાસ હતા અને પત્રકાર વિપુલ ઠકરારના પુત્ર અને હાલ ન્યૂઝ ચેનલના દીક્ષિત ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું અને પોરબંદર જિલ્લાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે દીક્ષિતની ઉંમર માત્ર ૩ વર્ષની હતી દીક્ષિત આજે અમદાવાદમાં પોતાની ન્યૂઝ ચેનલ સંભાળે છે. (૭.રર)
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
