RSS ના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીઃ ધ્રોલમાં વિશાળ વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલન

(સંજય ડાંગર-હસમુખરાય કંસારા) : ધ્રોલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તેની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીઓનું આયોજન થઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગના ભાગરૂપે, ધ્રોલ નગર ખાતે ૫ ઓક્ટોબર ૨૦૨૫, રવિવારના રોજ એક વિશાળ વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ સવારે ૧૦ કલાકે ધ્રોલની સતવારા સમાજની વાડી ખાતે શરૂ થશે. વિજયાદશમીનો પર્વ સંઘ માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વર્ષ ૧૯૨૫માં ડો. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા આ જ દિવસે RSSની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાશે.
વિજયાદશમી ઉત્સવના ભાગરૂપે સંઘના સ્વયંસેવકો દ્વારા પથ સંચલન પણ યોજાશે, જે ધ્રોલ નગરના મુખ્ય માર્ગો પર ફરીને રાષ્ટ્રીય એકતા અને શિસ્તનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં સંઘના વરિષ્ઠ અધિકારીઓ રાષ્ટ્ર નિર્માણ, ભારતીય સંસ્કળતિના સંરક્ષણ અને સમાજસેવા અંગે માર્ગદર્શન આપશે.
છેલ્લા ૧૦૦ વર્ષથી RSSએ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ, દેશભક્તિ અને સેવા ભાવના વિકસાવવા માટે સતત કાર્ય કર્યું છે. સંઘનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કળતિ અને પરંપરાઓને ઙ્કોત્સાહિત કરવાનો રહ્યો છે. સંગઠનના સ્વયંસેવકોની પ્રતિબદ્ધતાએ સમાજસેવા અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
સંઘના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રઆ શતાબ્દી વર્ષનો વિજયાદશમી ઉત્સવ એ રાષ્ટ્રીય જવાબદારીઓ માટેની અમારી પ્રતિબદ્ધતાઓને વધુ સુદૃઢ કરવાનો પાવન અવસર છે. અમે દરેક નાગરિકને આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં સહભાગી થવા માટે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ, જેથી તેઓ સંસ્કળતિ, સામાજિક એકતા અને ય્લ્લ્ની સેવાઓ વિશે માહિતગાર થઈ શકે.
આ વિશાળ કાર્યક્રમ ધ્રોલની જનતા માટે રાષ્ટ્રીય સન્માન અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો એક વિશેષ અવસર બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
