News of Thursday, 2nd October 2025
ગોંડલમાં ધોધમાર વરસાદઃ ઉમવાડા-લાલપુર-આશાપુરા બ્રિજમાં પાણી ભરાયા : રાજકોટમાં ગોરંભાયેલ વાતાવરણ

ગોંડલમાં વરસતો વરસાદ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
રાજકોટ, તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ યથાવત છે અને ગોંડલમાં દોઢ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેના કારણે ઉમવાડા અંડરબ્રિજ, લાલપુર આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન-વ્યવહારને ભારે અસર પડી છે. આ વરસાદના કારણે રોડ ઉપર પણ પાણી ભરાઇ ગયા છે.
રાજકોટ શહેરમાં બપોરે ર વાગ્યા બાદ વાતાવરણ ગોરંભાયેલું છે અને ગમે ત્યારે મેઘરાજા તૂટી પડે તેવું વાતાવરણ છવાયું છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
