<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મોરબીમાં બપોરના 2 થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો

જીલ્લાના મોટાભાગના વિસ્તારોના આજે દશેરાના પર્વે વરસાદી વાતાવરણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોના આજે દશેરાના પર્વે વરસાદી વાતાવરણ રહ્યું છે. મોરબીમાં બપોરથી મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. બપોરે 2થી 4 દરમિયાન એક ઇંચ, ત્યારબાદ સાંજે 4 થી 6 દરમિયાન અડધો ઇંચ અને સાંજે 6થી 8 દરમિયાન વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આમ બપોરથી લઈ રાત્રે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.


 

(9:28 PM IST)