<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મોરબીના મહેન્દ્રાપરા-2માં ગટર ઉભરાવવાની કાયમી સમસ્યા, કાયમી ઉકેલની માંગ.

ગટર લાઇનો નિયમિતપણે ચોક-અપ થઈ જતા, ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે:. ગંદકી, મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મહેન્દ્રાપરા-ર અને તેની સામેની શેરીમાં ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ આ બાબતે કોઈ કાયમી નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેનાથી ગંદકી, મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

    ગટર લાઇનો નિયમિતપણે ચોક-અપ થઈ જતા, ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. જેથી સ્થાનિક દુકાનદારોની દુકાન બહાર જ ગંદા પાણી ભરાયા છે. તેમજ વાહન ચાલકો અને ગ્રાહકોએ આ પાણીમાંથી ચાલવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે.



 

(10:48 PM IST)