તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 2nd October 2025
કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વ કરાવી વળતર ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત.
કમોસમી વરસાદના કારણે કપાસમાં આવતા ફૂલ અન જિંડવા ખરવાથી ખેડૂતોને નુકસાન થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આ વર્ષે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થઈ રહેલા પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે આ અંગે નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, કમોસમી વરસાદના કારણે કપાસમાં આવતા ફૂલ અન જિંડવા ખરવાથી ખેડૂતોને નુકસાન થયું છે. મગફળીન પાથરા હતા તે પલળી જતાં મોટાપાયે નુકસાન થયું છે. હજુ પણ વરસાદની આગાહી હોય નુકસાન વધી શકે છે. તો સરકાર દ્વારા તાત્કાલિક આ નુકસાનીનો સર્વે કરાવવામાં આવ અને સર્વે બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવામાં આવ તેવી માગ કરાઈ છે. જો આમ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
