<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ચોટીલામાં બે કલાકમાં જ 3 ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો

મોરબી,કુંકાવાવ , અંજાર અને ગોંડલમાં બે - બે ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 5 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ 3 ઈંચથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય આજે મોરબીમાં 48 મિ.મી, અમરેલીના કુકાવાવમાં 40 મિ.મી, કચ્છના અંજારમાં 40 મિ.મી તેમજ રાજકોટના ગોંડલમાં 40 મિમી વરસાદ વરસ્યો છે.

 

(12:20 AM IST)