News of Friday, 3rd October 2025
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: વંથલી તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
જૂનાગઢ શહેર-ગ્રામ્યમાં 54-54 મિ.મી. કેશોદમાં 45 મિ.મી,માળિયા હાટીનામાં 38 મિ.મી,વિસાવદરમાં 35 મિ.મી,માણાવદરમાં 32 મિ.મી,ભેંસાણમાં 23 મિ.મી, માંગરોળમાં 27 મિ.મી. વરસાદ વરસ્યો

જૂનાગઢ : છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સતત પાંચમા દિવસે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આજે આખા દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 77 મિ.મી (3.03 ઈંચ) વરસાદ વંથલી તાલુકામાં નોંધાયો છે. આ સિવાય જિલ્લાના મેંદરડામાં 57 મિ.મી (2.24 ઈંચ), જૂનાગઢ શહેર-ગ્રામ્યમાં 54-54 મિ.મી (2.13 ઈંચ), કેશોદમાં 45 મિ.મી (1.7 ઈંચ), માળિયા હાટીનામાં 38 મિ.મી (1.5 ઈંચ), વિસાવદરમાં 35 મિ.મી (1.3 ઈંચ),માણાવદરમાં 32 મિ.મી (1.26 ઈંચ), ભેંસાણમાં 23 મિ.મી, માંગરોળમાં 27 મિ.મી. વરસાદ વરસ્યો છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
