<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

મોરબીના ત્રિકોણબાગ ખાતે ગાંધી પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ, સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત.

કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર અને અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી ચડાવવામાં આવી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મજયંતી નિમિતે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર અને અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી ચડાવવામાં આવી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

   તેમજ તા. ૧૭ થી ૦૨ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વોલ પેન્ટિંગ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ એક કલાક, એક દિવસ, એક સાથે અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે શ્રમદાનમાં યોગદાન આપનાર શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરી તેમજ સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


 

(12:50 AM IST)