<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ :રાજુલા, જાફરાબાદ, રાજૂલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો

ધોધમાર વરસાદને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ

અમરેલી જિલ્લા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે 

  અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો તો બીજીતરફ રાજુલા, જાફરાબાદ, રાજૂલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધોધમાર વરસાદને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. 

 

(1:06 AM IST)