News of Friday, 3rd October 2025
જસદણની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓની સારવાર
સપ્ટેમ્બર મહિનામાં ૧૮૦ ડિલીવરીઃ ઇમરજન્સી વિભાગમાં ૧૮૪૨ ઓપીડી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૩: જસદણ સિવિલ હોસ્પિટલનું કાર્ય ગત સપ્ટેમ્બર માસમાં એક ખરાં મહેકી ઉઠ્યાની સાથોસાથ દર્દીઓને પણ રાહત મળી હતી જસદણની સિવિલ હોસ્પિટલના વિગતે આંકડા જોઈએ તો સપ્ટેમ્બર માસમાં કુલ મળીને ૧૮૦ ડિલિવરી થઈ જે પૈકી ૧૮ ડિલિવરી સિઝરિયન રીતે કરવામાં આવી હતી ઈમરજન્સી વિભાગમાં ૧૮૪૨ ઓપીડી ૧૫૫૨૧ લેબોરેટરીમાં લોહીની તપાસ ૨૦૭૨૪ અને ૨૫૩ સ્પૂટમ ટેસ્ટ કરવામાં આવ્યા આ ઉપરાંત એક્સ રે વિભાગમાં ૫૭૮ દર્દીઓએ લાભ લીધો હતો આમ હોસ્પિટલના અધિક્ષકથી માંડી સફાઈ કામદાર સુધીના લોકોની મહેનત દર્દીઓમાં ઉડીને આંખે વળગી હતી અત્રે નોંધનીય છે કે જસદણની સિવિલ હોસ્પિટલમાં જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વારંવાર મુલાકાત લીધી છે દરમિયાન તેમણે ટોપ ટુ બોટમ સુધીના સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે અને જ્યાં બરોબર ન હોય ત્યાં ટકોર પણ કરી છે. (૩.૪)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
