<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગોંડલ તાલુકા-શહેર રાજપુત યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા વિજયાદશમી નિમિતે શસ્‍ત્ર પૂજન તથા શોભાયાત્રા

 

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૩: દશેરાના પાવન દિવસે ગોંડલ તાલુકા શહેર રાજપૂત-યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા રાજપૂત સમાજ ભવન ગોંડલ ખાતે શુભમુહુર્ત શાસ્‍ત્રો વિધિથી શસ્‍ત્ર પૂજન કરવામાં આવેલ.

ક્ષત્રિય યુવા સંગઠન ગોંડલ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરેલ જે ગોંડલની મુખ્‍ય બજારમાં રેલી સ્‍વરૂપે શોભાયાત્રા નીકળેલ હતી. કપુરીયા ચોકમાં આવેલ સર ભગવતસિંહજી તથા કોલેજ ચોકમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા હવા મહેલ ખાતે પહોંચેલ. સાંસ્‍કૃતિક વારસાનું જતન કરવાના હેતુથી દશેરા નિમિતે તલવારબાજી સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ, દ્વિતિય, તૃતીય આવનાર સ્‍પર્ધકોને સન્‍માનિત કરી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ તેમજ તેઓને રાજવી પરિવાર તરફથી ભેટ પણ અર્પણ કરવામાં આવેલ.

જેમાં ઉપસ્‍થિત કુમારશ્રી જયોતિર્મયસિંહજી જાડેજા-હવા મહેલ ગોંડલ, જયોતિરાદિત્‍યસિંહજી જયરાજસિંહ (ગણેશભાઇ) જાડેજા, નગરપાલીકા કારોબારી ચેરમેન ક્રિપાલસિંહજી જાડેજા તથા પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત સભ્‍ય હરિચંદ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજની તમામ સંસ્‍થાના પ્રતિનિધિઓ, વડીલો તથા યુવાનો બહોળી સંખ્‍યામાં હાજર રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના કારોબારી સભ્‍યો દ્વારા જહેમત ઉઠાવી હતી. (૭.૧૮)

(12:26 PM IST)