<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રાજુલામાં પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો

જમીન વિવાદમાં કોર્ટમાં દાવો ચાલતો હોય તે પાછો ખેંચી લેવા અને જમીન લઈ લેવાના હેતુથી ત્રણ શખ્‍સોએ મારમારી બંને હાથ ભાંગી નાખી ગંભીર જીવલેણ ઈજા કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩: રાજુલા બીડી કામદાર વિસ્‍તારમાં રહેતા મહેબુબભાઈ હકીમભાઈ જોખીયા ઉ.વ. ૪૪ તથા જાફર ઉમરભાઈ જોખીયાને રાજુલા બાયપાસ રોડ પાસે આવેલ જમીન બાબતનો વિવાદ ચાલતો હોય. જેનો કેસ મહેબુબભાઈએ રાજુલા કોર્ટમાં કરેલ હોય. જે કેસ પાછો ખેંચી લેવા તેમજ મહેબુબભાઈ ની ૪૪ વિઘા જમીન લઈ લેવાના હેતુથી રૈયાજ રસુલભાઈ, જાફર ઉમરભાઈ જોખીયા તથા યુસુફ નાથાભાઈ જીરૂકાએ ફોરવ્‍હીલ જી.જે.૦૧ કે.જી.૭૭૨૩માં આવી રૈયાજે મહેબુબભાઈ તથા તેના કુટુંબીને જાનથી મારી નાખવાના ઈરાદે પોતાના હવાલાવાળી ફોરવ્‍હીલ મહેબુબભાઈ તથા તેના કુટુંબી ઉપર ચડાવી દઈ નીચે પછાડી રૈયાજ તથા જાફરે ફોરવ્‍હીલમાંથી પાઈપ લઈ નીચે ઉતરી રૈયાજે મહેબુબભાઈને બંને હાથ ઉપર આડેધડ પાઈપના ઘા મારી બંને હાથ ભાંગી નાખી ગંભીર જીવલેણ ઈજાઓ કરી તેમજ તેના કુટુંબીઓને માથાના ભાગે પાઈપનો એક ઘા મારી ઈજા પહોંચાડી જાફરે પાઈપ વડે મહેબુબભાઈને આડેધડ શરીરે બેફામ ઘા મારી બંને પગથી ઉપરના ભાગે સાથળ સુધી મારમારી બંને પગ ભાંગી નાખી જીવલેણ ઈજાઓ કરી જાફર તથા નાથાએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલામાં મહિલા ઉપર હુમલો

રાજુલા કૈલાસ આઈસ્‍ક્રીમની દુકાન પાસે મનિષાબેન શૈલેષભાઈ જોગદીયા ઉ.વ.૩૦ ને સુનીબેન મહેશભાઈ મહિડાએ ફોન કરી ગાળો બોલી તેમજ રૂબરૂ મળી મનિષાબેનને ગાલ ઉપર બે ત્રણ જાપટ મારી ઢીકાપાટું વડે મુંઢમાર મારી મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી ચકકરગઢ રોડ સંકુલની પાછળ મેરામ જીણાભાઈ વાઘોસી વિરુધ્‍ધ કોઈ અનામી અરજી કરતું હોય. જે અરજી મિતલભાઈ જીવણભાઈ કગથરા ઉ.વ.૪૨ કરતા હોય. તેઓ શક રાખી મેરામ જીણાભાઈ વાઘોશીએ ખાર રાખી શૈલારપા અને ત્રણ અજાણ્‍યા માણસોએ ગેરકાયદેસર મંડળી રચી મિતલભાઈને ગાળો બોલી ઢીકાપાટુંનો મુંઢમાર મારી મેરામ તથા શેલારપાએ જાનથી મારી નાખવાની ધમકી આપી મિતલભાઈને નાકના ભાગે ફેકચર લાવી પડખાના ભાગે તથા જમણી આંખ પાસે મુંઢ ઈજા કરી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિજપડીમાં પરીણીતાને ત્રાસ

વિજપડીમાં મુસ્‍કાનબેન મહમદભાઈ ગાહા ઉ.વ.૨૫ ના નિકાહ તા.૫-૫-૨૫ થી તા.૮-૮-૨૫ દરમ્‍યાન પતિ મહમદ હુસૈનભાઈ, સાસુ નજુબેન હુસૈનભાઈ, નણંદ રસીદાબેન આરીફભાઈ ગાહાએ ઘરકામ બાબતે તેમજ કરીયાવર પ્રશ્ને અવાર નવાર મેણાટોણા મારી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી ગાળો બોલી ઢીકાપાટુંનો મુંઢમાર મારી પતિ મહમદે મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી મહિલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચલાલામાં પરીણીતાને ત્રાસ

ચલાલા મારૂતિ સોસાયટીમાં હાલ પિયર વાવેરા રહેતી નીતાબેન કાનજીભાઈ રાઠોડ ઉ.વ.૨૭ ને તા. ૨૯-૯ ના સવારના ૮ કલાકે તેમના સાસરીયામાં ઘરે હતા. તે વખતે તેમના સાસુ નીમુબેન વલ્લભભાઈ રાઠોડે કહેલ કે તું કંઈ સરખું કામ કરતી નથી.તેમ કહી ઝગડો કરી પતિ કાનજી વલ્લભભાઈ રાઠોડ, સસરા વલ્લભભાઈ, સાસુ નીમુબેન વલ્લભભાઈ રાઠોડ, નણંદ કાજલબેને જેમફાવે તેમ ગાળો બોલી નીતાબેનના પતિ કાનજીએ ગાલ ઉપર જાપટો મારી શરીરે આડેઘડ ઢીકાપાટુંનો મુંઢમાર મારી મુંઢ ઈજા કરી ગળાચીપ આપી સાસુ તથા નણંદે વાસામાં ઢીકા મારી મુંઢ ઈજા કરી પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઈંગોરાળા ગામની સીમમાં યુવાન ઉપર હુમલો

ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં સુખાભાઈ કાળુભાઈ વાળાની વાડી ખેતરે મુન્ના ભુરાભાઈ મુંધવા રહે.અનીડા ઉપર થયેલ જુગારના કેસની બાતમી અનીડા ગામના પીન્‍ટુભાઈ બહાદુરભાઈ સાથળીયા ઉ.વ.૧૯ એ આપેલ છે. તેઓ રાગદ્વેષ રાખી પીન્‍ટુભાઈને બંને પગ તથા કમર અને ડાબા હાથની હથેળીમાં લાકડી વડે મારમારી ગાળો બોલી ગુનો કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્‍માત

રાજુલા તાલુકાના વિકટર ગામે બ્રીજ પાસે સમીરખાન પઠાણ ઉ.વ.૪૨ પોતાનું હોન્‍ડા લીવો બાઈક જી.જે. ૨૭ સી.પી.૨૯૩૬ નું ચલાવીને રાજુલા છતડીયા રોડ ઉપર જતા હોય.તે વખતે બાઈક અકસ્‍માતે સ્‍લીપ થઈ જવાથી અથવા બાઈકમાંથી પડી જવાથી કે અન્‍ય કોઈ કારણોસર તેમને માથાના ભાગે અને શરીરે ઈજાઓ થયેલ હોય અને બેભાન અવસ્‍થામાં દવાખાને સારવાર માટે ખસેડાયાનું જોયેશખાન સમીરખાન પઠાણે પીપાવાવ મરીન પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

બાબરાના ચમારડી ગામે

યુવતિ ગુમ

બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતી યુવતિ તા. ૧-૧૦ ના પોતાના ઘરેથી કોઈપણને જાણ કર્યા વગર કયાંક ગુમ થયાનું બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

દરોડા

અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા ૩૬ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ૯ મહિલાઓ સહિત ૩૪ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં ડુંગર, ખાંભા, વડિયા, પીપાવાવ મરીન, બગસરા, બાબરા, જાફરાબાદ ટાઉન અમરેલીસીટી,સાવરકુંડલા ટાઉન,લાઠી, અમરેલી તાલુકા, લીલીયા, સાવરકુંડલા રૂરલ, નાગેશ્રી, ચલાલા, રાજુલા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીલ્લામાં જુદા જુદા ૨૮ સ્‍થળોએથી નશો કરેલ હાલતમાં ઢીંગલી થયેલા ૨૮ શખ્‍સોને પોલિસે ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં પીપાવાવ મરીન, બાબરા, અમરેલીસીટી, સાવરકુંડલા ટાઉન, જાફરાબાદ મરીન,ધારી,અમરેલી તાલુકા,દામનગર,લીલીયા, સાવરકુંડલા રૂરલ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(૬.૧૧)

(1:51 PM IST)