News of Friday, 3rd October 2025
મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી, મોટા ક્રાઈમમાં ઘટાડો થયો : રેન્જ આઈજી
રેન્જ આઈજીએ વાર્ષિક ઈન્સ્પેકશન અન્વયે મોરબી જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રેન્જ આઈજીએ મોરબી આવીને વાર્ષિક ઈન્સ્પેકશન અન્વયે જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી. આ વેળાએ તેઓએ જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું જણાવીને મોટા ક્રાઇમમાં ઘટાડો આવ્યો હોવાનું કહ્યું હતું.
રેન્જ આઈજી અશોક કુમારે જણાવ્યું જે મોરબી જીલ્લામાં આજે વાર્ષીક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમનો રિવ્યુ કર્યો હતો. અહીં કાયદો અને વ્યવસ્થા સારી સ્થિતિમાં છે. મોટા ક્રાઈમમાં ઘટાડો થયો છે. તમામ ગેંગો છે તે કંટ્રોલમાં છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે સ્કીમો ચાલે છે. તેનો પણ રિવ્યુ કરવામાં આવ્યો હતો.
તેઓએ ઉમેર્યું કે ક્રાઈમની પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓએ મહેનત કરી છે તેમને અભિનંદન આપું છું. નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પબ્લિકનો પણ સહકાર સારો છે. ઉદ્યોગકારોના એસોસિએશન સાથે મિટિંગ કરી છે. તેઓની ધંધાકીય તકલીફો જેવી જે લેબર વેરીફીકેશન, SITની અરજી અંગેની રજૂઆતો સાંભળી છે.
SITની કામગીરી ખૂબ સારી થઈ છે. અમુક કિસ્સામાં SITના નામથી જ પૈસા નીકળી જાય છે. રૂ.9 કરોડના રિકવર કરવામાં આવ્યા છે. 3 વર્ષમાં 39 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે ટ્રાફિક નિવારણ માટે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે. કોર્પોરેશન સાથે મિટિંગ કરી દબાણો દૂર કરવા, અમુક ટેકનીકલ મુદ્દાઓ છે તે અંગે સ્ટડી કરી ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ કરાશે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
