News of Friday, 3rd October 2025
મોરબીની શાળામાં વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું.
આધાર કાર્ડ સુધારણા કામગીરી શાળા ખાતે જ થઇ જતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારત સરકાર દ્વારા વિદ્યાથીઓના આધાર સુધારણા ઝુંબેશના ભાગ રૂપે મોરબી સબ પોસ્ટ ઓફિસ દ્વારા SDI ભાવિનભાઈ તેમજ પોસ્ટ માસ્ટર પરાગભાઈ વસંતના માર્ગદર્શન હેઠળ નાલંદા વિધાલય ખાતે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કુલદીપસિંહ બી સરવૈયા અને મનસુખભાઈ સાતોલા દ્વારા આધાર કાર્ડ સુધારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેનો નાલંદા વિધાલયના વિદ્યાથીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આધાર કાર્ડ સુધારણા કામગીરી શાળા ખાતે જ થઇ જતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
