<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ઉપલેટા પાસે છકડો રીક્ષાએ બાઇકને ઉલાળતા વાડલા ગામના યુવક મૌલીક વધેડીયાનું મોત

બન્ને ભાઇઓ ઉપલેટા જતા'તાને અકસ્‍માત નડયોઃ નાનાભા પાર્થને ઇજા

રાજકોટ તા. ૪ :.. ઉપલેટા પાસે છકડો રીક્ષાએ બાઇકને ઉલાળતા વાડલા ગામના યુવકનું મોત નિપજયું હતું. જયારે તેના ભાઇને ઇજા પહોંચી હતી.

મળતી વિગતો મુજબ ઉપલેટાના વાડલા ગામે રહેતા મૌલીક જીતેશભાઇ વધેડીયા કોળી (ઉ.ર૦) તથા તેનો ભાઇ પાર્થ (ઉ.વ.૧૬) બાઇક નં. જીજે-૦૩ સીબી ૭૯૧૯ માં વાડલા ગામથી ઉપલેટા જતા હતા ત્‍યારે છકડો રીક્ષાએ બાઇકને ઉલાળતા મૌલીકને ગંભીર ઇજા થતા પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતો હતા ત્‍યારે ગોંડલ પાસે રસ્‍તામાં તેનું મોત નિપજયું હતું. જયારે પાર્થને ઇજા થઇ હતી. અકસ્‍માત બાદ ચાલક છકડો રીક્ષા લઇ નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા જીતેશભાઇ વધેડીયાએ છકડો રીક્ષા ચાલક રામા રબારી રે. વાડલા તા. ઉપલેટા સામે ઉપલેટા પોલીસમાં મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

(11:34 AM IST)