News of Saturday, 4th October 2025
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં કુન્નડ ગામે પૌરાણિક કુંડલિયા હનુમાંજી મંદિરના મહંતશ્રી અવધેશદાસજી મહારાજ દ્વારા સાધુ સંતો માટે ભંડારો
મહંત જગતગુરુ સર્વેસરાચાર્યજી મહારાજ, મહંત શ્રી રામભુષણદાસજી મહારાજ, મહંત શ્રી જયરામ દાસજી મહારાજ, મહંત શ્રી રાઘવદાસજી મહારાજ, મહંત શ્રી ઉપેન્દ્ર દાસજી મહારાજ સહિત અન્ય સંતો મહંતો ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા કુન્નડ ગામે પૌરાણિક કુંડલિયા હનુમાંજી મંદિરના મહંતશ્રી અવધેશદાસજી મહારાજ દ્વારા સાધુ સંતો માટે ભંડારાનું આયોજન થયું હતું. તેમાં મહંત જગતગુરુ સર્વેસરાચાર્યજી મહારાજ, મહંત શ્રી રામભુષણદાસજી મહારાજ, મહંત શ્રી જયરામ દાસજી મહારાજ, મહંત શ્રી રાઘવદાસજી મહારાજ, મહંત શ્રી ઉપેન્દ્ર દાસજી મહારાજ સહિત અન્ય સંતો મહંતોએ ભંડારામાં હાજરી આપી હતી.અને કુનડ ના ગ્રામજનો ઉપરાંત આજુબાજુના લીંબુડા, વાવડી, હડીયાણા, નેસડા, આણદા, ધુવાવ, જામનગર સહિતના ગામોના ભક્ત ઘણો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને અંદાજિત બે હજારથી વધુ લોકો પ્રસાદ લેવા માટે ઉમટી પડયા હતા. આ પ્રસંગે આશ્રમના મહંત શ્રી અવશેષદાસજી મહારાજે આવેલ સંતો, મહતો નું ભવ્ય સ્વાગત કર્યું હતું.અને આ સાથે ગ્રામજનોના સહયોગથી ભોજન વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
