News of Saturday, 4th October 2025
ગોંડલ-જામકંડોરણાની ૪ ચોરીમાં વોન્ટેડ આરોપીને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધો

રાજકોટ, તા., ૪: ગોંડલ અને જામકંડોરણાની ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ મિલકત સંબંધીત ગુનાઓમાં પકડવા પર બાકી રહેલ આરોપીઓને શોધી કાઢી, પકડવા અંગેની સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર, વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હકિકત મળેલ કે, ગોંડલ તાલુકા પો.સ્ટે. દાખલ થયેલ ચોરી અને જામકંડોરણા પોલીસ સ્ટેશનના જુદા જુદા ત્રણ ગુનાઓના કામે પકડવા પર બાકી રહેલ આરોપી સાગર S/O બાવભાઈ સારોડા, રહે-જામકંડોરણા વાળો હાલ ગોંડલ તાલુકાના ભરૂડી ટોલનાકા પાસે છે જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત જણાવેલ ઈસમને પકડી ધરપકડ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકાના પો.સ્ટે.ના PSI આર.જે.જાડેજા, ASI આર.એચ.બોહરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, મયુરસિંહ રાણા, પળથ્વિરાજસિંહ ડોડીયા, PC રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, જયદિપભાઇ ધાધલ, ભગીરથભાઈ વાળા, ભરતભાઈ ગમારા, જયદીપસિંહ રાણા, તથા રાજદેવસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.(૪.૬)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
