<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

માણાવદરના વડાગામ પાસે વાડીમાં વીંછી કરડતા દોઢ વર્ષના વંશનું મોત

બાળકે રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયોઃ એકના એક પુત્રના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૪ :.. માણાવદરના વડાગામ પાસે વાડીમાં પરિવાર સાથે રહેતા બાળકને વીંછી કરડતા તેનું રાજકોટની હોસ્‍પિટલમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ મૂળ તાપી હાલ માણાવદરના વડાગામ પાસે વાડીમાં પરિવાર સાથે રહેતો વંશ રોહિતભાઇ પાડવી (ઉ.વ.૧ાા) પરમ દિવસે વાડીમાં ઓરડી પાસે હતો. ત્‍યારે વીંછી કરડતા ઝેરી અસર થતાં તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા એ. ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ. લાભુભાઇ જતાપરાએ પ્રાથમિક કાગળો કરી માણાવદર પોલીસમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. એકના એક પુત્રના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. 

(11:36 AM IST)