<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

‘એક કા તીન'ની લાલચમાં પાલિતાણાના કચ્‍છી જૈન મુનિએ બે લાખ ગુમાવ્‍યા

સાધુ સાથે રહેનાર સેવક સહિત ભુજના ત્રણ શખ્‍સો સામે ફરિયાદઃ જૈન મુનિ પ્રિયંકરસાગરજીને રૂપિયા ગુમાવવાનો વારો આવ્‍યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪: મૂળ કચ્‍છના અને હાલ પાલિતાણા નજીક ગુણોદય તીર્થધામ ખાતે રહેતા જૈન મુનિ પ્રિયંકરસાગરજીએ એક કા તીન ની લાલચમાં ૨ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્‍યો છે. આ અંગે કચ્‍છના માંડવીમાં રહેતા મોક્ષ બિપીન ગાલાએ પヘમિ કચ્‍છ પોલીસમાં ફરિયાદ લખાવી છે. તેમાં તેમના કાકા અને હાલ પાલિતાણામાં રહેતા જૈન મુનિ પ્રિયંકરસાગરજી સાથે ઠગાઈ થઈ છે. જેમાં આરોપી તરીકે મુનિના સેવક એવા ભરત તેમ જ ભુજના પિતા પુત્ર અનવર લાખા, અમન લાખા અને અન્‍ય અજાણ્‍યા ઇસમ સામે આ ફરિયાદ છે. જૈન મુનિ પ્રિયંકરજીને સેવક ભરતે આ બાબતે મુનિને કહ્યા બાદ તેમણે ભત્રીજા મોક્ષને ૧૦ હજાર રૂપિયા આપી ખરાઈ કરવા કહ્યું ત્‍યારે આરોપીઓએ ભુજમાં બોલાવી ૩૦ હજારની નોટો આપી વિશ્વાસ કેળવ્‍યો હતો. એટલે ૨ લાખ રૂપિયા લઈ તેઓ ભુજ પરત આવ્‍યા ત્‍યારે નાગોર ફાટક પાસે બોલાવી રૂપિયા લઈ આરોપી સામે નોટો આપ્‍યા વગર નાસી ગયા હતા. અંતે મામલો પોલીસમાં પહોંચ્‍યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. (૩.૪)

(1:29 PM IST)