News of Saturday, 4th October 2025
ફિલ્મી સ્ટોરી જેવી ઘટનાઃ અમરેલી પંથકમાં પત્નિને મારી નાખી ડેમના પાળે લાશ રાખી ઉપર પથ્થરો નાખી દીધાઃ અઢી વર્ષે ભેદ ઉકેલાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪: અમરેલીનાં કુંકાવાવ રોડે વડી ડેમનાં પાળા પાસેથી અઢી વર્ષ પહેલા મળેલી અજાણી યુવતીની લાશનો ભેદ ઉકેલવામાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઈ શ્રી ઓમદેવસિંહ જાડેજાને સફળતા મળી છે. ફિલ્મી સ્ટોરીને આંટી મારી દે તેવી આઇ વીટનેસ વગરની આ ઘટનામાં આજે પોલીસે હત્યારાને પકડી અને લોકઅપમાં ધકેલ્યોં.
આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાનાં વરૂણા ગામનાં વતની ભાવેશ કલ્પેશ કટારાએ નજીકનાં જ ગામ કંથાગરની સંગીતાબેન નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં અને તેણી સાથે પોતાના સાસુ સસરા કે જે અમરેલીનાં નાના ભંડારીયા ગામે ગોવિંદભાઈ વોરાની વાડીમાં કામ કરતા હોય ત્યાં રહેતો હતો. તા.૧૧-૨-૨૩ થી ૧૬-૨-૨૩ દરમિયાન ભાવેશનાં સસરા રમેશભાઇબારૈયા પત્તિ સાથે પ્રસંગમાં બહાર ગામ ગયા હોય ત્યારે પાછળથી સંગીતા સાથે ઝગડો થતા તેણીનું ગળુ દબાવી મારી નાખી હતી અને લાશને કુંકાવાવ રોડ ઉપર વડી ડેમનાં પાળે નાખી ઉપર પથ્થરોનાખીદીધા હતાં અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
પ્રસંગ પુરો કરી પરત આવેલા રમેશભાઇ બારૈયાએ દિકરી અને જમાઇ બંનેની ગેરહાજરી જોતા બંને ચાલ્યા ગયા હોવાનું માન્યું હતું પરંતુ બે વર્ષ જેટલા સમય દરમિયાન તેના કોઇ સમાચાર નમળતા જમાઈ ભાવેશનાંઘેર તપાસ કરી હતીતોત્યાંથી પણ અમને ખબર નથી તેવો જવાબ મળ્યોહતો. જેથીદિકરીનેશોધવા માટે રમેશભાઇની પતિએ સરપ્રાઈઝ ચેકીંગ કરતા પોતાના ગામમાં જમાઇ ભાવેશ નજરે પડયો હતો. દિકરી કયાં છે તેવું પુછતા તે ભાગી ગયો હોય દાહોદ પોલીસમાં અરજી કરી હતી. દાહોદ પોલીસે આ અરજી અમરેલી પોલીસતરફ મોકલી આપી હતી.
અમરેલીનાં એસપી સંજય ખરાત તથા વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇએ આ અરજી અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ ઓમદેવસિંહ જાડેજાને માર્ગદર્શન આપ્યું હતું અને શ્રી જાડેજાની ટીમે તપાસ કરતા ભાવેશે એવી અરજી કરી હતી કે પોતાની પતિને પોતાના સસરા રમેશભાઈએ ગોંધી રાખી છે. ગુમ થનાર સંગીતાનોપત્તો નહતો. કોણસાચુ અને કોણ ખોટુ તેનીતપાસ કરવાની હતી. શ્રી જાડેજાએ તપાસ કરતા ભાવેશનાંપગ આડાઅવળા હોવાનું અનુભવી નજરે દેખાતાતેની પુછપરછ કરી હતી અનેસાથેસાથે આ અરસામાંબિનવારસીમળેલી એક અજાણી યુવતીની લાશનાં ડીએનએઅને૨મેશભાઈનાં ડીએનએ મેચ કરતા એલાશ સંગીતાનીહોવાનું જ જણાયુહતું.
ભાવેશની વિશેષ પુછપરછમાં ઙ્કાથમિક રીતે એવીવિગત બહાર આવી હતી કે, તેણે જ પતિ સંગીતાને મારી લાશ નાખી અને ભાગી ગયો હતો. આ પ્રાથમિક તપાસનાં અંતે પોલીસે ભાવેશને વિધિવત રીતે અટક કરી તેના રિમાન્ડ મેળવવાની અને રિકન્ટ્રક્શન સહિતની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે સંગીતાને માનસીક શારિરીક ત્રાસ આપી કોઈ કારણસર કોઈપણ રીતે ખુન કરી અને કોઈને ખબર ન પડે તે માટે મરણ જનારની લાશને ગુમ કરી દઈ પુરાવાનો નાશ કરી ગુનો કર્યાની મરણ જનારના માતા નવલીબેને અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે ધોરણસર કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
