તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 4th October 2025
જુનાગઢના કોર્પોરેટર અશ્વિન ભારાઇ દ્વારા ૧૬૦૦ બાળાઓને લ્હાણી

જુનાગઢ : જુનાગઢ વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર અશ્વિનભાઇ રામભાઇ ભારાઇ દ્વારા કામદાર સોસાયટી ગરબી મંડળ ખાતે દશેરા પર્વ નિમિતે ૧૯ પ્રાચીન ગરબી મંડળની બાળાઓને દતક લેવામાં આવેલ. જેને અલગ--અલગ ઇનામોની ૧૬૦૦ બાળાઓને લ્હાણી કરવામાં આવી હતી. અને પ્રોત્સાહીત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુંજન જોષી, ચંદ્રેશ વાઘેલા, પરેશ સિંધવ, ચેતન બ્રહ્માણી આવળ ખટાણા, બીપીનભાઇ, પિન્ટુભાઇ સહિતના એ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ :- વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
