<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

ગીરનારના ગોરખનાથ શિખર પર મંદિર અને પ્રતિમાની તોડફોડ; સાધુ-સંતો અને ભાવિકોમાં રોષ :જુઓ વિડીયો

જુનાગઢ: ગિરનાર પર્વત પર આસ્થાના કેન્દ્ર સમાન ગુરુ ગોરખનાથ શિખર પર આવેલા ગુરુ ગોરખનાથજીના મંદિર અને પ્રતિમાની તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ગઈ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ આ કૃત્ય કર્યું હતું.

મંદિરમાં રહેલી ગુરુ ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરીને તેને શિખર પરથી નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હોવાના વીડિયો પણ બહાર આવ્યા છે. ગિરનારના આ સાડા પાંચ હજાર પગથિયાં પર આવેલા પવિત્ર સ્થળની તોડફોડના પગલે સાધુ-સંતો અને ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે.

નાથ સંપ્રદાયના સંતો, જેમાં પૂજ્ય શ્રી સોમનાથ બાપુ અને પૂજ્ય શ્રી સેરનાથ બાપુ સહિતના ધર્મપ્રેમીઓએ આ જઘન્ય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે તંત્ર સમક્ષ આ અપરાધ કરનારાઓને કડકમાં કડક સજા કરવા અને બક્ષવામાં ન આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.

 

આ ઘટના સંદર્ભે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આસ્થાના સ્થળ પર થયેલા હુમલાથી ધાર્મિક લાગણી દુભાઈ છે અને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.

(12:14 PM IST)