<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

જામનગર - દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે અમેરિકા પ્રવાસે

સાંસદ પૂનમબેન ૮ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન જામનગર ખાતે મળી શકશે નહીં : જોકે, જામનગર, ખંભાળિયા અને ભાણવડ ખાતેનાં તેમનાં કાર્યાલયો સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ કાર્યરત રહેશે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય અને કાર્યશીલ સંસદસભ્ય પૂનમબેન માડમની અમેરિકા ખાતે યોજાનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ આગામી તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧૪મી ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમેરિકા ખાતે એસેમ્બલીમાં હાજર રહેવાના છે.
સાંસદના આ પ્રવાસને કારણે, તેઓ ૦૮/૧૦/૨૦૨૫ થી ૧૪/૧૦/૨૦૨૫ સુધી કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં.
કાર્યાલયોના સમય અને સંપર્ક:
સાંસદસભ્ય કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, જનતાના કામકાજને કોઈ અસર ન થાય તે માટે તેમનાં કાર્યાલયો નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર જિલ્લામાં જામનગર ખાતે (નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફ્લોર, અંબર સિનેમા પાસે) અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા (પોસ્ટ ઓફિસ રોડ) તથા ભાણવડ (વેરાડ નાકા બહાર) ખાતે આવેલાં સંસદસભ્યશ્રીનાં કાર્યાલયો સવારે ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી રાબેતા મુજબ ખુલ્લાં રહેશે.
જામનગર કાર્યાલયનો સંપર્ક ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦ પર, ખંભાળિયા કાર્યાલયનો ૦૨૮૩૩-૨૩૩૩૮૮ પર અને ભાણવડ કાર્યાલયનો ૦૨૮૯૬-૨૩૨૧૮૮ પર કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

 

(7:27 PM IST)