<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

મોરબીના વીરપરડા ગામે જાહેર જુગાર રમતા ચાર ઝડપાયા.

તાલુકા પોલીસે ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વીરપરડા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસે રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી છે

     મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપરડા ગામે વોકડના કાંઠે બાવળની કાંટમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અલ્તાફ તૈયબ સુમરા, ઈરફાન હનીફ સુમરા, ઈરફાન સલેમાન સુમરા અને ઈસ્માઈલ ઉમર સુમરા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


 

(11:30 PM IST)