હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th October 2025
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગેરકાયદે કતલખાને ધકેલાતા ૧૩ અબોલ જીવને ગૌરક્ષકોએ બચાવ્યા.
માળિયાથી જામનગર બોલેરો પીકમાં ઠસોઠસ ભરી કતલખાને ધકેલાતા ૧૩ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાથી જામનગર બોલેરો પીકમાં ઠસોઠસ ભરી કતલખાને ધકેલાતા ૧૩ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લઈને મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
કચ્છથી માળિયા થઈને એક બોલેરો પીક અપ જામનગર તરફ જવાની છે જેમાં અબોલ જીવને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુવા વાહિની સહિતના સંગઠનના આગેવાનો અને કાર્યકરો ગૌરક્ષકોની ટીમે પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને બોલેરો જીજે ૧૨ બીઝેડ ૬૨૯૬ વાળી આંતરી લઈને ચેક કરતા પાડા જીવ નંગ ૧૩ ક્રુરતાપૂર્વકચલન ના કરી સકે તેવી રીતે બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા જેથી અબોલ જીવ અને વાહન સહિતનો મુદામાલ મોરબી તાલુકા પોલીસ ટીમને સોપવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
