<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વેરાવળના ખારવાવાડમાં ત્રણ માળનું મકાન તૂટી પડતા ત્રણના મોત !

મધરાતે સર્જાયેલી ગમખ્‍વાર દુર્ઘટના : કાટમાળ ખસેડી મૃતદેહો બહાર કઢાયા : ૫૦ બિલ્‍ડીંગો, ૩૦૦ મકાનો જર્જરીત હોવાનો અગાઉ અહેવાલ અપાયેલ

(દીપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: વેરાવળના ખારવાવાડ વિસ્‍તારમાં  ગમખ્‍વાર દુર્ઘટના બની છે. જર્જરીત મકાન તૂટી પડતા ૩ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ સહિતની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને કાટમાળ દૂર કર્યો હતો. કાટમાળ નીચેથી ૩ મળતદેહ કાઢયા હતા. પોલીસે મળતદેહને પીએમ માટે મોકલી આપ્‍યા હતો. અને પીએમ  બાદ મળતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.

ખારવા સમાજમાં અરેરાટી

કાળમાળમાંથી ત્રણ મળતદેહ તેમજ બે વ્‍યકતીઓ ગંભીર સારવારમાં આવેલા છે આ બનાવ બનતા ખારવા સમાજ તેમજ સમગ્ર શહેરમાં ભાર અરેરાટી ફેલાયેલ છે.

બે વ્‍યકિતને ઇજા

વેરાવળ ખારવા વાડા આઝાદ ચોકમાં શંકરભાઈ સુયાણીનું ત્રણ માળનું આશરે ૮૦ વર્ષ જુનુ મકાન હોય તે મોડીરાત્રે ૧.૩૦ના અરસા માં ધડાકા ભેર તુટી પડતા ભારે દોડધામ મચી ગયેલ હતી બનાવની જાણ થતા નગરપાલિકા પોલીસ વહીવટી તંત્ર તેમજ ખારવા સમાજના યુવાનોની ટીમ બચાવની કામગીરીમાં લાગેલ હતી રાત હોવાથી કામગીરી મુશ્‍કેલ બનેલ હતી વ્‍હેલી સવારે ૪.૩૦ વાગ્‍યે કાટમાળ નીચેથી દેવકીબેન શંકરભાઈ સુયાણી ઉ.૬૫ તેની દીકરી જશોદાબેન શંકરભાઈ સુયાણી ઉ.૩૫ તેમજ દિનેશ પ્રેમજી જુંગી ઉ.૩૪ ના મળતદેહ મળી આવતા હોસ્‍પીટલે ખસેડેલ હતા જયારે બે વ્‍યકતીઓને ગંભીર ઈજાઓ થયેલ છે હજુ પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે.

રામદેવપીર મંદિરની બાજુમાં આઝાદ ચોક વિસ્‍તારમાં આવેલ આ મકાન ની આજુ બાજુથી મોટી સંખ્‍યામાં રાહદારીઓની અવર જવર હોય રાત્રી હોવાથી તે નહીવત હોય પણ દિનેશ પ્રેમજી જુગી ઉ.૩૪મોટરસાઈકલ લઈ ને ત્‍યાં ગયેલ હોય અને ઓટલા ઉપર બેસેલ હોય આ ઘટનામાં માં દિકરીનું મળત્‍યુ થયેલ છે તેમજ મોટરસાઈકલ ચાલક પણ મકાન પડતા નીચે દબાય જતા મળત્‍યુ પામેલ છે ઘટના બનતા પોલીસે ભારે બંદોબસ્‍ત રાખેલ છે તેમજ જગ્‍યા કોર્ડન કરવામાં આવેલ છે આજુ બાજુના મકાનો પણ જર્જરીત હોય તેથી નગરપાલિકા એકશનમાં આવી છે.

૬૦ દિવસ પહેલા તમામ અખબારોએ વેરાવળ સોમનાથ ની અંદર ૫૦ થી વધારે મોટી એપાર્ટમેન્‍ટો બિલ્‍ડીગો તેમજ ૫૦૦ થી વધારે મકાનો જર્જરીત હોય ગમે ત્‍યાર પડે તેવી પરીસ્‍થિતી છે આકરા પગલા લેવા માંગ કરેલ હોય પાલિકા માત્ર નાટીસો આપી ને સંતોષ માનતી હોય જેની ફરીયાદ જીલ્લા કલેકટર,મુખ્‍યમત્રી ને કરેલ હોય તેમ છતા કોઈ કામગીરી થયેલ ન હોય નગરપાલિકાની ધોર બેદરકારીથી જર્જરીત મકાન પડી જતા ત્રણ ના મળત્‍યુ થયેલ છે.

હજુ પણ ધમધમતા બસ સ્‍ટેન્‍ડ,પ્રકાશ કોમ્‍પલેક્ષ,સટા બજાર, સુભાષ રોડ, પ્રભાસપાટણ ,સોમનાથ ટોકીઝ,બંદર રોડ સહીત અનેક વિસ્‍તારમા ૩૦ થી ૮૦ વર્ષ જુના બાંધકામો છે જેને તાત્‍કાલીક દુર કરવામાં નહી આવે તો ખુબજ મોટી જાનહાની થશે.(૨૩.૧૬)

(11:07 AM IST)