તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 6th October 2025
પોરબંદરમાં પ્લાસ્ટિક મુકત સ્વદેશી મેળો
મ્યુનિસિપલ કમીશનર હસમુખભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વદેશી મેળાની તૈયારી અંગે બેઠક મળીઃ આભૂષણો, સુશોભન વસ્તુઓ, કાષ્ટકલા અને ખાણીપીણીની વસ્તુઓઃ માટીકામ હેન્ડલુમ હેન્ડીક્રાફટ, જ્યુટ બેગનું વેચાણ

પોરબંદર, તા.૪: મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક મ્યુનિસિપલ કમિશનરશ્રી હસમુખ પ્રજાપતિના માર્ગદર્શનમાં હેઠળ યોજાઈ હતી. દિવાળી દરમ્યાન પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)ના આયોજનની પૂરજોશમાં તૈયારી શરૂ કરાઈ છે.
આ સ્વદેશી મેળામાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આપણા દેશમાં બનતી અનેક વસ્તુઓનું વેચાણ કરવા તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાનું વિશેષ આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા મહાનગરપાલિકામાં એસએચજી (સ્વ સહાય જૂથ)ની બહેનો દ્વારા સ્વ બનાવટની ચીજ વસ્તુઓને મોટા ફલક પર વેચાણ કરવાની આ આયોજનથી એક તક અપાશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ - ૨૦૨૫ અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને વડાપ્રધાનશ્રીના મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત થઈને લોકોને સ્વદેશી વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરવા માટે પ્રેરવા શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકામાં વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વોકલ ફોર લોકલ પહેલ પર ભાર મુકી પોરબંદર શહેરમાં દશેરાથી દિવાળી દરમ્યાન પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરવામાં આવી છે. અને મહાનગરપાલિકા ખાતે આ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું વિસ્તળત આયોજન કરવા અંગે કમિશનર શ્રી એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફેસ્ટિવલમાં શોપિંગ ક્લસ્ટર, સાંસ્ક્રુતિક કોર્નર, ફૂડ કોર્નર, હસ્તકલા મેળો, બાળકોના રમતની વ્યવસ્થા, સ્થાનિક ઉત્પાદનો માટે બ્રાન્ડિંગને લગતી કામગીરી કરવા અંગે કમિ‘રશ્રીએ સમિતિના સભ્યોને સૂચના આપી હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત સ્વદેશી મેળામાં પ્લાસ્ટિકના વપરાશને પ્રતિબંધિત કરવામાં આવશે. જેથી આ સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) પ્લાસ્ટિક ફ્રી બની રહેશે. મહાનગર પાલિકાના કમિશનર શ્રી એચ જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં ૧ડેપ્યુટી કમિશનર શ્રી મનન ચતુર્વેદ સહિત સમિતિના સભ્યો શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળામાં કઈ કઈ વસ્તુઓનું વેચાણ કરી શકાશે. સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળામાં આભૂષણો, સુશોભનની વસ્તુઓ, ક્રાફ્ટ આઈટમ, સ્થાનિક વસ્તુઓ, ખાણીપીણીની વસ્તુઓ, કાષ્ટ કલા આધારિત વસ્તુ, આભલા ભરત, બાંધણી, બ્રાસની વસ્તુઓ, ભરત ગુંથણ, મોતીકામ, ઈકોફ્રેન્ડલી વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ, માટીકામ આધારિત વસ્તુઓ, કપડા (હેન્ડલુમ), હેન્ડીક્રાફટ આઈટમ, કોસ્મેટીકની વસ્તુઓ, કચ્છી ભરત, રમકડા, રોગણ આર્ટ, અજરખ બ્લોકની વસ્તુઓ, ધૂપ-અગરબત્તી, ખાદીના કપડા, પ્રાકળતિક ઉત્પાદનો, કળષિ આધારિત વસ્તુઓ, પિત્તળ-તાંબાના વાસણો, જ્યુટ બેગ સાથે ગળહ ઉધોગથી બનાવવામાં આવતી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
