News of Monday, 6th October 2025
આસ્થા ઉડી હોય તો ઇશ્વર આજેય હુંડી સ્વીકારેઃ પૂ. મોરારીબાપુ
ભાવનગરના શ્રી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ‘માનસ ગોપનાથ' શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસ

રાજકોટ તા.૬ :. ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ દર્શનીય સ્થળ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ગાન કરતાં પૂ.મોરારીબાપુએ સનાતન ધર્મ મહિમા સમજાવ્યો અને તેમાં મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.ગોહિલવાડમાં સુપ્રસિધ્ધ શ્રી નરસિંહ મહેતાની ભક્તિભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં માનસ ગોપનાથ ગાન કરતાં વ્યાસપીઠ પરથી પૂ. મોરારીબાપુએ મંત્રનું મહાત્મ્ય સમજાવ્યું. શ્રી મોરારિબાપુએ તુલસીદાજીના રામચરિત માનસ ગાન સાથે મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.! મંત્ર એ અક્ષરોનો સમૂહ નથી, તેનો મહિમા અદ્વુત છે, આ મંત્ર એ સજીવ છે. પૂ. મોરારીબાપુએ વિનમ્રભાવે સૌને પોતપોતાના ઈષ્ટદેવના સ્મરણ મંત્ર માટે જણાવી પોતાને રામ નામ મંત્ર પ્રિય રહ્યાનું ઉમેર્યું અને સૌને રામધૂનમાં મોજ કરાવી. આ સાથે જ સનાતન ધર્મ સામે ઊભા થયેલાં વાતાવરણ સામે જાગળત થવા અને આપણા સનાતન દેવસ્થાનો પર આસ્થા ભાવ રાખવા અનુરોધ કર્યો.
બીજા દિવસની કથા પ્રારંભ કરાવતાં પૂ.મોરારીબાપુએ શ્રી નરસૈયાની રચનાઓ દ્વારા વૈષ્ણવ, વિશ્વાસ અને વિરક્તિના તત્વ સંદેશાનો ઉલ્લેખ કરી, વૈષ્ણવજન તો તેને કહીએ... અખંડ રોજી હરિના હાથમાં... ગાન ઉલ્લેખ કર્યો. આ સાથે રામચરિત માનસ વંદના પ્રકરણ આગળ વધારી કથા પ્રસંગો સાથે સનાતન ધર્મ મહિમા સમજાવ્યો. કથામાં કથાકાર વક્તા તથા શ્રોતાઓના લક્ષણો પણ વર્ણવાયા. કથા વિરામ સાથે પૂ.મોરારીબાપુએ સૌ ભાવિકોને અહીંયા પ્રસાદ લેવા જણાવી આ ભોજન એ ગોપનાથનો પ્રસાદ તથા નરસિંહ મહેતાનો ભંડારો ગણાવ્યો હતો.
પૂ.મોરારીબાપુએ કથા મંગલાચરણ કરાવતાં આ સ્થાનનું મહત્વ ત્યાં કથા મહાત્મ્ય સાથે માત્ર સાત દિવસની સાધનામાં શ્રી નરસિંહ મહેતાને હરિ અને હર મળ્યા તે આ સ્થાન તેમ જણાવી તેમના વિવિધ સ્મરણો વાગોળ્યા હતા.
વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ક્થા પ્રવાહ શરૂ કરતાં પહેલા સ્વામી શ્રી કરપાત્રીજી દ્વારા રામકથા સાત કાંડની ભાવ વ્યાખ્યા રજૂ કરતાં કહ્યું કે, બાલકાંડ એ સંકલ્પ, અયોધ્યાકાંડ એ સંસ્મરણ, અરણ્યકાંડ એ સંતળપ્તિ, કિષ્કિંધાકાંડ એ સંરક્ષણ, સુંદરકાંડ એ સંતપ્ત, લંકાકાંડ એ સંઘર્ષ અને ઉત્તરકાંડ એ સંસ્પર્શ તત્ત્વ સાથેનાં સોપાનો છે. આ સાત સોપાનો નિસરણી રૂપ છે, જે ચડાવી અને ઊતારી શકે છે. ક્થા પ્રારંભ સંવાદ સાથે વાણી, વિનાયક...વગેરેની ક્રમશઃ વંદના પ્રસ્તુત કરી કથા પ્રવાહ આગળ વધાર્યો. શ્રી મોરારિબાપુએ નરસૈયાની પ્રસંગ કથા સાથે કહ્યું કે, આપણી આસ્થા ઊંડી હોય તો આજે પણ ઈશ્વર હૂંડી સ્વીકારે છે.
રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકર બાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી.ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.ગોપનાથ મહંત જગ્યાના ગાદીપતિ શ્રી આત્માનંદ સરસ્વતીજીએ સંસ્કળતિ અને પ્રકળતિને બચાવવા વિકળતિ ન આવે તે માટે આ કથા ઉપક્રમો વંદનીય ગણાવ્યાં હતા. રામકથા પ્રારંભ સંચાલનમાં રહેલાં શ્રી નીતિન વડગામાએ આ ભૂમિ મહાત્મ્ય સાથે નરસિંહ મહેતા તેમજ કવિ કાન્તનું સ્મરણ કરી આ રામકથા એ રામ, કળષ્ણ અને શિવના ત્રિવેણી સંગમરૂપ ગણાવેલ હતું.ગોપનાથ મહાદેવનાં સાનિધ્યમાં રામકથા પ્રારંભ વેળાએ ભાવનગર રાજવી પરિવારના શ્રી સંયુક્તાકુમારીજી, પ્રાંત અધિકારી શ્રી જયપાલસિંહ સોલંકી અને અગ્રણી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આજે શ્રીરામકથાનો ત્રીજો દિવસ છે. તેમ જયદેવભાઇ માંકડ (તલગાજરડા) મુકેશભાઇ પંડિત (ઇશ્વરીયા) ની યાદીમાં જણાવ્યું છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
