ભાદર ડેમ ઓવરફલો
પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન હલઃ એક દરવાજો ખોલાયો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૬: સૌરાષ્ટ્રનો બીજા નંબર નો સૌથી મોટો ગણાતો ભાદર - ૧ ડેમ ઓવરફલો થયો છે.
ભાદર - ૧ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે ભાદર એક ડેમના કમાન્ડ વિસ્તારના તમામ ગામડાઓને પણ સાવચેત કર્યા છે.સૌરાષ્ટ્રનું બીજા નંબરનો ડેમ ગણાતો ભાદર એક ડેમ જે ડેમ રાજકોટ જિલ્લાનો સૌથી ઊંચો ડેમ ગણવામાં આવે છે ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા કે આ વિસ્તારના ભાદર એક ડેમ એટલે કે જેતપુર ધોરાજી ઉપલેટા જૂનાગઢ જિલ્લાના મજેવડી અને આમ પોરબંદર જિલ્લા સુધી ભાદર સિંચાઈમાં પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ત્યારે આજરોજ રવિવારે સવારે ભાદર એક ડેમ ભરાઈ ગયો હતો અને સાંજના સમયે ઓવર ફલો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેમાં ભાદર ડેમના અધિકારીએ જણાવેલ કે ૨૮૨ કયુસેક પાણીની આવક સામે ૨૮૨ કયુસેક પાણી જાવક, થઈ રહી છે જેના અનુસંધાને ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ પણ ઓવર ફલો થશે જેથી બાદ ભાદર બે ડેમ વિસ્તારના ગામને પણ સાવચેત કર્યા છે.
પીવાના અને સિંચાઈ ના પાણીનું સંકટ દૂર, થયું છે જેમાં ભાંદર એક ડેમ પંથકમાં અંદાજે ૧૮ થી ૨૨ લાખ લોકોનો પીવાનો પાણીનો પ્રશ્ન સોલ થયો છે.
રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ, સહિત જૂથ યોજના હેઠળ ૨૨ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છે, ભાદર ૧ ડેમ સિંચાઈ માટે નો મહત્વ નો ડેમ સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી ડેમ ઓવરફલો થયો.સૌ પ્રથમ વખત ભાદર ડેમ ઓવરફલો થયો, જેતપુર,ગોંડલ,ધોરાજી સહિતના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.(૬.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
