News of Monday, 6th October 2025
બગોદરામાં ૧૫ લાખનો દારૂ ઝડપાયો

વઢવાણઃ તા.૬: બગોદરા ગામની હોટલ ફળીમાં રહેતા પ્રોહિબિશન બુટલેગર ચંદુભાઈ ઉર્ફે સલીમ વજુભાઈ મકવાણા અને તેના પુત્ર અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણાના ઘર અને આસપાસના મકાનોમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દારૂની ૧,૦૯૬ બોટલ, બિયરના ૯૩૧ ટીન (કુલ કિ. રૂ.૧૪,૯૨,૦૨૦), બે મોબાઇલ કિં.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૧૨,૦૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પકડાયેલા આરોપી ચંદુભાઈ ઉર્ફે સલીમભાઈ વજુભાઈ મકવાણા અને વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણા બંને બગોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના કેસોમાં સંડોવાયેલા છે. ચંદુભાઈ સામે બગોદરા પોલીસ સ્ટેશનમાં ૪ કેસ નોંધાયેલા છે, જેમાં ૨૦,૧૦,૦૦૦ સુધીના પ્રોહિબિશન જથ્થાનો કેસ પણ સામેલ છે. આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરૂધ્ધ એક કેસ નોંધાયેલો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
