<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વાંકાનેરમાં વ્‍યાજમાં ફસાયેલા રઝાકભાઇનો આપઘાત

૩.૫૦ લાખ વ્‍યાજે લીધા બાદ વ્‍યાજ ન ભરી શકતા વ્‍યાજખોરો દ્વારા દબાણ કરતા રઝાકભાઇ ટેન્‍શનમાં રહેતા હતાઃ પત્‍ની નઝમાબેન

 

 તસ્‍વીરમાં મૃતકના પત્‍ની નઝમાબેન અને તેના બે બાળકો અને છેલ્‍લ્‍ી તસ્‍વીર આપઘાત કરના રઝાકભાઇની છે. (તસ્‍વીરઃ મહમદ રાઠોડ, વાંકાનેર)(૨.૧૬)

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરના કુંભારપરામાં રહેતા રઝાક મહેમુદ કાદરી ફકીર (ઉ.વ.૩૭)એ વ્‍યાજના ચક્કરમાં પોતાના ઘેર ગળેફાંસો ખાઇ જીવનો અંત આણી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા વાંકાનેરના કારીયા જીજ્ઞેશ વજુભાઇ તથા તેનો નાનો ભાઇ કીશન પાસેથી મૃતક રઝાક મહેમુદભાઇએ રૂપીયા સાડા ત્રણ લાખ વ્‍યાજે લીધા હતા. જેનુ દર માસે વ્‍યાજ ૧૫૦૦૦/- ભરતા હતા. અમુક સમય બાદ વ્‍યાજ ન ભરાતા વ્‍યાજંકવાદીઓ દ્વારા દબાણ કરાતુ હોઇ છેલ્લા આઠેક દિવસથી મૃતક ટેન્‍શનમાં રહેતા હોય તેમ તેની પત્‍ની નઝમાબેને રૂબરૂમાં જણાવેલ છે. તેમજ મૃતકના બે નાના પુત્રો સાઇદીન (ઉ.વ.૧૫) આશીફ (ઉ.વ.૧૧) પણ નોંધારા બની ગયા છે.

વધુમાં જાણવા મળે છે કે મૃતકની પત્‍ની નઝમા તથા તેના બે બાળકો લગ્ન પ્રસંગ હોવાથી રાજકોટ ગયેલ એ સમય દરમ્‍યાન મરનાર રઝાક એકલો હોઇ, વધારે પડતા ટેન્‍શનના કારણે રૂમ બંધ કરી, ચુંદડીથી ગળેફાંસો ખાઇ જીવ આપ્‍યો હતો. બાદમાં બપોરના બાર વાગ્‍યા સુધી દરવાજો ન ખુલતા આજુબાજુના ભાઇઓ ભેગા થઇ દરવાજો ખખડાવતા કંઇ જવાબ ન મળતા દરવાજો તોડી જોતા મૃતક ગળેફાંસો ખાધેલ હાલતમાં જોવા મળેલ. જેની જાણ ૧૦૮ને કરાતા તેના મૃતદેશને દવાખાને પહોંચાડતા ડોકટરોએ મૃત્‍યુ થયાનું જણાવેલ બાદમાં પોસ્‍ટમોર્ટમ બાદ મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથધરી છે.(૨.૧૬)

 

(11:46 AM IST)