<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સનાતન ધર્મને બચાવવા સર્વે સમાજ- સંતો એક થાય : ઉપલા દાતારના પૂ.ભીમબાપુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬:  જુનાગઢ ગીરનાર ગોરખનાથની ટુક ઉપર જે ઘટના ઘટી હતી તે બાબતે ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે અને હવે સનાતન ધર્મને બચાવવા સર્વે સમાજ અને સર્વે સાધુ સંતોએ એક થવાનો સમય હવે આવી ગયો છે અને આ ઘટનાને સખત રીતે વખોડી અને આમાં છંડોવાયેલા જે પણ હોય એમને વહેલી તકે પકડી પાડી શખ્‍સમાં સખત સજા કરવા ભીમ બાપુએ માંગણી કરી છે સરકારશ્રી અને તંત્રએ જાગળતિ દાખવી હવે પાછી આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એવું પણ તેઓએ કહ્યું છે. (૯.ર૦)

(12:17 PM IST)