<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ગિરનાર ઉપર ગોરખનાથજી ભગવાનની મુર્તિ ખંડિત : મંદિરમાં તોડફોડ

આરોપીઓની ભાળ મેળવવા માટે ૧૭ જગ્‍યાના સીસીટીવી કેમેરાની ચકાસણી : શકમંદોની પુછપરછ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬: ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ  મામલે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા શકમંદ શખ્‍સોની પૂછપરછ અને સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે.

ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથજી ટૂંક પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરવાના બનાવથી સાધુ-સંતો સહિત લોકોમાં રોષ ફાટી નીકળ્‍યો છે. રવિવારની મોડી રાત્રે ગોરખનાથ ટૂંકના પૂજારી સુતા હતા ત્‍યારે બહારથી દરવાજો બંધ કરી અજાણ્‍યા ચાર શખ્‍સોએ ગોરખનાથજી ની મૂર્તિને માથાના ભાગ્‍યથી તોડીને નીચે ખીણમાં ફેંકી દીધી હતી અને મંદિરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‍યું હતું.

સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્‍યાને લઇ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા સહિતનો પોલીસ કાફલો તપાસ માટે સ્‍થળ દોડી ગયો હતો. એસપીએ જણાવ્‍યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. ગોરખનાથજી ની મૂર્તિ ખંડિત કરવાના ગુનામાં પોલીસ દ્વારા તાત્‍કાલિક આરોપીઓ પકડાયતી દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવે છે સમગ્ર ઘટનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચને સોંપવામાં આવ્‍યું છે તેની સાથે ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર, એસઓજી, ભવનાથ પોલીસ સહિતની ટીમો બનાવી

તપાસના કામે લાગી છે. ૧૦ જેટલા શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ ૧૭ જગ્‍યાના સીસીટીવી કેમેરાની તપાસણી શરૂ કરવામાં આવી છે.

દરમિયાન સાધુ સંતોમાં ઘટનાને લઇ પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે. આરોપીઓને તાત્‍કાલિક પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવ્‍યું છે.  

(12:19 PM IST)