News of Monday, 6th October 2025
મોટો અકસ્માત ટળ્યો: જામનગર જિલ્લાના જોડીયા નજીક ઊંડ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકી, ચારેય મુસાફરોનો આબાદ બચાવ : જુઓ વિડિઓ
જોડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ : સ્થાનિક તરવૈયાઓએ સમયસૂચકતા વાપરીને નદીમાં ઉતરીને કારમાં ફસાયેલા જોડીયાના ચારેય મુસાફરોને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬ : જોડીયા નજીક આવેલા જોડીયાથી કુનડ જતા માર્ગ પર શનિવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઊંડ નદી પરના પુલ પર એક ફોર-વ્હીલ કાર પુલની રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, કારમાં ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં કારને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ચારેય મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર તમામ લોકો જોડીયાના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ જોડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ અને જોડીયા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસ અને મેડિકલ ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિક તરવૈયાઓએ સમયસૂચકતા વાપરીને નદીમાં ઉતરીને કારમાં ફસાયેલા ચારેય મુસાફરોને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા ની પ્રાથમિક વિગતો મળી હતી
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
