<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અમરેલીના સાવરકુંડલામાં GST વિભાગની 11 જેટલી ટીમોએ એકસાથે પાડ્યા દરોડા

સાવરકુંડલાના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારમાં એકસાથે દરોડાથી ખળભળાટ :આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના સ્થળોએ તપાસ

અમરેલીના સાવરકુંડલાથી એક મોટા સમાચાર સામે આવી આવ્યા છે. વાસ્તવમાં અહીં આજે સવારથી GST વિભાગની વિશેષ ટીમોએ શહેરના મુખ્ય વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરથી આવેલ GST વિભાગની અંદાજે 11 જેટલી ટીમોએ સાવરકુંડલાના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારમાં એકસાથે દરોડા પાડ્યા છે. 

   પ્રાથમિક માહિતી મુજબ આ દરોડાઓ આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના સ્થળોએ કરવામાં આવી રહ્યા છે. આવક અને ખર્ચ વચ્ચેના તફાવત, વ્યવહારમાં પડતી અસ્પષ્ટતાઓ તેમજ શક્ય કરચોરીના આક્ષેપોને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું મનાય છે

ઉલ્લેખનીય છે કે, આ દરોડા દરમિયાન કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર વ્યવહાર કે દસ્તાવેજો મળી આવે છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(8:27 PM IST)