<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

દ્વારકાનું પર્યટન સ્થળ શિવરાજપુર બીચ ફરી વિવાદમાં : વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ

વોટર સ્પોર્ટ્સ સંચાલકો તથા મહિલા મંડળની બહેનો પ્રાંત કચેરીએ પહોંચ્યા :બીચ પર રોજગાર ગુમાવનારોએ પોતાની વ્યથા તંત્ર સમક્ષ રજુ કર

દેવભૂમિ દ્વારકાનું પ્રખ્યાત પર્યટન સ્થળ શિવરાજપુર બીચ ફરી વિવાદમાં આવ્યું..છેલ્લા ઘણા સમયથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોટર સ્પોર્ટ્સ સંચાલકો તથા મહિલા મંડળની બહેનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. બીચ પર રોજગાર ગુમાવનારોએ પોતાની વ્યથા તંત્ર સમક્ષ રજુ કરી છે.

મળતી માહિતી મુજબ, શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ માન્યતા ધરાવે છે. તેવામાં શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. વોટર સ્પોર્ટ્સ સંચાલકો-મહિલા મંડળની બહેનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને બીચ પર રોજગાર ગુમાવનારોએ પોતાની વ્યથા તંત્ર સમક્ષ રજૂ કરી હતી. આ સાથે તાત્કાલિક વોટર સ્પોર્ટ્સ શરૂ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચારી છે. 

શિવરાજપુર બીચ, ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક મનોહર અને શાંત દરિયાકિનારો, જાણે કુદરતનું એક અદ્ભુત ચિત્ર હોય. આ બીચની સફેદ રેતી અને નીલમણિ જેવા સ્વચ્છ પાણીની વચ્ચે ઊભું રહીને, એવું લાગે છે કે, સમુદ્ર અને આકાશ એકબીજાને ગળે મળી રહ્યાં છે. શિવરાજપુર બીચની ખાસિયત એ છે કે, તેને ઓક્ટોબર 2020માં ડેનમાર્કની સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા પ્રતિષ્ઠિત 'બ્લૂ ફ્લેગ બીચ'નું પ્રમાણપત્ર મળ્યું છે, જે તેની પર્યાવરણીય ગુણવત્તા, સલામતી અને સ્વચ્છતાનો પુરાવો છે. આ બીચ દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર, ઓખા-દ્વારકા માર્ગ પર આવેલું છે, જે તેને પ્રવાસીઓ માટે કુદરતી સાનિધ્યમાં જવાનો રસ્તો બની રહ્યો છે.

 


 

(11:13 PM IST)