News of Tuesday, 7th October 2025
કચ્છના અજરામર ટ્રસ્ટ નિર્મિત ગૌ વંશ સેવાધામને માતબર રકમનું અનુદાન અપાયું
ભુજ નજીક જ નિર્માણ પામી રહેલ ગૌ વંશ આશ્રય સ્થાનનું બાંધકામ પૂર જોશમાં : ગૌવંશ સેવા ધામમાં માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા જીવદયાપ્રેમીદાતાઓ દ્વારા સેવા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટે ભારાપર ખાતે નિર્માણ પામી રહેલા ગૌવંશ સેવા ધામમાં માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા જીવદયાપ્રેમી દાતા દ્વારા માતબર રકમનું અનુદાન આપવામાં આવ્યું હતું..
જૈન સમાજના પ્રસિદ્ધ તિર્થ ધામ વાંકી તરફ જતા વડઝર માર્ગે સર્વે નં ૩૩૯/૨૮માં ગૌવંશોના આશ્રય સ્થાન માટે શેડ, ઘાસચારા ગોડાઉન સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ નિર્માણ થઇ રહેલ છે. તેમાં ઉદાર ભાવે સહભાગી થતા જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ધનાભાઈ નારણભાઈ હુંબલે રૂ.એક લાખ અગિયાર હજારનો ચેક સંસ્થાના ટ્રસ્ટી મયુર બોરીચાને અર્પણ કર્યો હતો.
જીવદયા સંકુલ નિર્માણમાં ઉમદા સહયોગ આપવા બદલ સંસ્થાના માર્ગદર્શક અગ્રણીઓ પૂર્વ નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ, રવિન્દ્રભાઈ સંઘવી, વિનોદભાઈ ગાલા, નીલેશ શાંતિલાલ મહેતા અને મનસુખભાઈ શાહ વિગેરેએ દાતાની ઉદાર ભાવનાને બિરદાવતા માતબર અનુદાન આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હાલ આ ગૌ વંશ સેવાધામમાં બાંધકામ પૂરજોશમાં ચાલુ છે. ભુજથી નજીક જ શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ આ ગૌ વંશ આશ્રય સ્થાન માટે દાન આપવા સંપર્ક મયુર બોરીચા મોબાઇલ નંબર ૯૮૨૫૭૭૭૪૬૪.
(9:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
