તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Tuesday, 7th October 2025
દ્વારકાના ભીમરાણા શ્રી મોગલધામ ખાતે મોગલ માતાજીના પ્રાગટય દિવસ ધાર્મિકોત્સવ ઉજવાયા

મીઠાપુર, તા.૭: દ્વારકા તાલુકાનાં ભીમરાણા ગામે મોગલ માતાજીનું પૌરાણિક સ્થાન આવેલું છે. આ સ્થાનને મોગલ ધામ તરીકે ઓળખાય છે. છેલ્લા બે દાયકાથી આ ધર્મ સ્થાનને ગુજરાત ઉપરાંત વિદેશનાં માઈભક્તો (મોગલ છોરુ) ખુબ શ્રદ્ધાથી માને છે.
આ મોગલ ધામમાં તાલુકાનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાયમ માટે કાયૅરત છે. બપોરે અને સાંજે હજારો માઈ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી આ ટ્રસ્ટનાં પ્રમુખ અને ખંભાળિયાનાં પી.એમ.ગઢવી ઉ.પ્રમુખની દેખરેખ હેઠળ રહેવા જમવાની ખુબ સુંદર વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. હજારો દાતા સેવકોની આસ્થા માતાજી પ્રત્યે એટલી છે કે લાખો કરોડોનાં દાનની સરવાણી ચાલુ જ રહે છે.
આસો સુદ તેરસ એટલે શ્રીમોગલ માતાજીનો પ્રાગટય દિવસ. આ વખતે પણ માતાજીનાં ધામ ખાતે ધાર્મિક કાયૅક્રમનો ધમધમાટ ચાલુ રહ્યો. માતાજીનાં મંદિરે ૫૨ ગજની નૂતન ધ્વજારોહણ, સામૈયાં, ૨૧ કુંડ યજ્ઞ, મહા આરતી, દાંડીયા રાસ, મહા પ્રસાદ અને રાત્રે.
લોક ડાયરામાં રાજભા ગઢવી, સાગરદાન ગઢવી ઉપરાંત અનેક નામાંકિત કલાકારો એ પોતાની વાણીથી માતાજી નાં ગુણગાન ગાયા. આ પ્રસંગે દાતાઓ દ્વારા લાખો રુ.નાં દાનની જાહેરાત કરાઈ. આ ધર્મ સ્થાન અને માતાજીનું ધાર્મિક મહત્વ એટલું બધું છે કે દર મંગળવારે તાલુકાભર માંથી હજારો લોકો પગપાળા માતાજીએ દશૅને આવે છે અને એટલે જ આ પ્રાગટય દિવસે પણ સવારથી જ માઈભક્તોની કતારો મોડી રાત સુધી લાગેલી હતી. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા, મીઠાપુર) (રર.૩)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
