<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ

પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્‍માન થકી રૂા.૧,૫૧,૦૦૦ ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી

રાજકોટ તા. ૭ :.. પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગણાતો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ આજે ગોપનાથ ખાતે રામકથાના મંડપ મધ્‍યે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને એનાયત થયો હતો. અવોર્ડ માં નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા, શાલ, સન્‍માનપત્ર, રૂપિયા એક લાખ ને એકાવન હજારની પુરસ્‍કળત રાશીનો સમાવેશ થાય છે.

આજની ઘડી તે રળિયામણી   ના પ્રેરક પ્રસંગે સ્‍વરકાર ,ગાયક હરિヘદ્ર જોશી એ હર્ષ બ્રહ્મભટ્ટની અને ગોપનાથને સંલગ્ન નરસિંહ મહેતાની કાવ્‍ય રચના ગાઈ હતી. ભાવનગર સ્‍થિત કવિ વિનોદ જોશીએ પુરસ્‍કળત કવિના કવિ અને કાવ્‍ય કર્મ સુપેરે રજૂ કર્યું જ્‍યારે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્‍યનિધિ ટ્રસ્‍ટના પ્રમુખ રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક વાત કરી હતી.

આ કવિતામય સાંજે ભાવનગરના કલાવળંદ જી રે વ્‍હાલા આજની ઘડી તે રળિયામણી ના સંગીતિક રાસ રજૂ થતાં સમગ્ર કથા મંડપમાં ઉલ્લાસ પ્રસર્યો હતો. બાદમાં  પુરસ્‍કળત કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે પિતાની કેફિયત સાથે પોતાના કાવ્‍યોનો કાવ્‍ય પાઠ કર્યો હતો.

એવોર્ડના પ્રેરક પૂ.મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ વેળાએ  ગુજરાતભરના કવિઓ, સાહિત્‍ય પ્રેમીઓ, વિદ્વાનોની હાજરી રહી હતી.

કાર્યક્રમનું ભાવવાહી સંચાલન અમરેલીના કવિ પ્રણવ પંડ્‍યાએ બખૂબી નિભાવ્‍યું હતું. તેમ જયદેવભાઇ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે. (પ-૯)

(11:07 AM IST)