News of Tuesday, 7th October 2025
લોધીકા પંથકમાં પાછોતરા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકશાન
પાકમા ઈયળ, ફુગ આવી જતા ખેડૂતો માટે મુશ્કેલી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૭: લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
જે અંગે લોધિકાના કિસાન અશોકભાઈ વસોયા જયંતીભાઈ વસોયા કોઠાપીપળીયાના જયેશ ઘાડીયા રાજ ઘાડીયા વગેરે ખેડૂતોએ જણાવ્યા અનુસાર લોધીકા પંથકના છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલ વરસાદને પગલે ખેડૂતોને મોઢામાં આવેલ કોડીયા છીનવાઈ ગયેલ છે ખેડૂતોએ વાવેલ મગફળી પાકી ગયેલ અને વાડી ખેતરમાં રાખેલ મગફળી પાથરાઓ ઉપર સતત વરસાદ પડતા મગફળીના પાથરા પલડી ગયેલ તેવી જ રીતે મગફળીના પલળી ગયેલ પાથરા ઉપર સફેદ તથા કાળી ફૂગ આવી જતાં પાક નિષ્ફળ તેમજ માલ ઢોરને ખાવા માટે ભૂકો પણ નિષ્ફળતા જવાની નોબત આવેલ છે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહેલ છે આ પંથકમાં સોયાબીન મરચા મગફળી કપાસ વગેરે જણસીઓનુ પણ સારા પ્રમાણમાં વાવેતર થયેલ તે બધા પાકોમાં પણ નુકસાન થયેલ છે ખેડૂતોએ મોંઘા ભાવની દવા મોંઘા બિયારણ મોંઘા ખાતરની ખરીદી કરી મહા મહેનત ઉપર ટાણે પાણી ફરી વળેલ છે ત્યારે આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનુ વળતર વહેલી તકે આપે તેવી આ પંથકના ખેડૂતોની રજૂઆત થયેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
