<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કુવાડવા નજીક જાળીયા ગામ પાસે તીનપત્તી રમતા સાત પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીના હેડ કોન્‍સ. જગદીશસિંહ પરમાર અને કોન્‍સ. રવિરાજભાઇ પટગીરની બાતમીઃ રૂા. ૩પ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૭: કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-૧ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જાળીયા ગામ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-૧ ની એલસીબીના હેડ કોન્‍સ. જગદીશસિંહ પરમાર તથા કોન્‍સ. રવિરાજભાઇ પટગીરને બાતમી મળતા જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાંકાનેરના અગાભી પીપળીયાના ભુપતસિંહ નટુભા જાડેજા, ખીમજી ભગવાનજીભાઇ કાંજીયા, વાંકાનેરના કોટડા નાયાણીના પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ગીરીરાજસિંહ શકિતસિંહ જ ાડેજા, સતા કડવાભાઇ વરૂ, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે રહેતા દિલીપ ગોરધનભાઇ પરસાણા અને અગાભી પીપળીયાના જગદીશ ઉર્ફે કાળુ શામજીભાઇ ઘેટીયાને પકડી લઇ રૂા. ૩પર૦૦ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. બી. વી. ચુડાસમા, એ.એસ.આઇ. મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર, હેડ કોન્‍સ. હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. રવિરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.

(11:28 AM IST)