<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ઉના પાસે છકડો રિક્ષાના ચોરખાનામાંથી ઇગ્‍લીંસ દારૂની ૧૨૦ સીલબંધ બોટલો ઝડપાઇ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૭: અહીં અંજાર રોડ ઉપર છકડો રિક્ષાનું ચેકિંગ કરતા આ છકડો રિક્ષાના ચોરખાનામાં છૂપાવેલ ઇગ્‍લીંસ દારૂની નાની મોટી શીલબંધ ૧૨૦ બોટલો મળી આવી હતી.

પેરોલ ફલો સ્‍ક્‍વોર્ડના હેડ કોન્‍સ્‍ટેબલ પ્રવીણભાઈ મોરી, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ કમલેશભાઈ પીઠિયા, પોલીસ કોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રસિંહ હરાજસિંહ ગોહીલ અને સ્‍ટાફે ઊના અંજાર જતા રોડ ઉપર ધોબીની ધર્મશાળા સામે એક ભંગારના ડેલા સામે એક છકડો રિક્ષા નંબર જીજે-૧૧-ટીટી-૧૦૭૪ સાથે બે લોકો શંકાસ્‍પદ હાલતમાં ઊભા હોય પોલીસે તેમની પાસે જઈ પૂછપરછ કરતા તેમણે તેમનું નામ શકીલ હનીફ ભાઈ ચૌહાણ અને મહેબૂબશા ઇકબાલશા શામદાર રે. ઊના બતાવેલ અને રિક્ષાની તપાસ કરતા રિક્ષાના પતરા નીચે ચોરખાનું બનાવેલ હતું.

છકડો રિક્ષાનું ચોરખાનુ ખોલીને તપાસ કરતા તેમાં છુપાવેલ પરપ્રાંતની ઈંગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની નાની અને મોટી બોટલો નંગ ૧૨૦ રૂપિયા ૧૬૮૦૦/- તેમજ રિક્ષા સહિત રૂપિયા ૩૦ હજાર મળી કુલ રૂપિયા ૪૬,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્‍યો હતો. આરોપીને ઊના પોલીસ સ્‍ટેશન લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:30 AM IST)