<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

જુનાગઢના નિવૃત આરએફઓને હનીટ્રેપમાં ફસાવી ૪૦ લાખ માંગનાર આરોપીઓને ઝડપી લેવાયા

રાજકોટ મળવા બોલાવી ચોટીલા ખાતે સાથે જવાનુ કહી હોટલમાં લઇ ગઈ હતી જ્‍યાં વૃધ્‍ધ સાથે અંગત પળો માણી વિડીયો મહિલાએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધોઃ રાજકોટના મહિલા, યુવાન સહિત ત્રણની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૬: જૂનાગઢના નિવૃત આરએફઓને હનીટ્રેપમાં ફસાવી ૪૦ લાખ માંગનાર મહિલા સહિત ૩ શખ્‍સની પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

જૂનાગઢમાં ચોબારી રોડ પર આવેલ વિનાયક રેસીડન્‍સી બ્‍લોક નં.ડી ૫૦૪માં રહેતા નિવળત આરએફઓ પરસોતમભાઇ ત્રિકમભાઇ કનેરીયા ઉ.વ. ૬૭ને ઉર્મિલા નામની મહિલાએ રાજકોટ મળવા બોલાવી ચોટીલા ખાતે સાથે જવાનુ કહી હોટલમાં લઇ ગઈ હતી. જ્‍યાં વળધ્‍ધ સાથે અંગત પળો માણી જેનો વિડીયો મહિલાએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. તે પછી આ વીડીયો અજાણ્‍યા શખ્‍સને મોકલ્‍યો હતો આ ઇસમે વીડીયો અન્‍ય શખ્‍સને મોકલતા તેણે પરસોતમભાઈને તેના વાટ્‍સએપમાં મોકલી અને વીડીયો વાયરલ કરવાની તેમજ નાની છોકરીઓ સાથે મિત્રતા કરી શરીર સંબંધ બાંધી છોકરીઓને પ્રેગ્નેન્‍ટ કરી અને રૂપીયા આપીને છોકરા પડાવી નાખે છે તેવો ખોટો ગુનો દાખલ કરાવવાની અને  સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા ૪૦ લાખની માંગણી કરી હતી.આખરે નિવૃત સાથે પરસોતમ કનેરિયાએ ફરિયાદ કરતા બી ડિવિઝન પીઆઇ એ. બી. ગોહિલે તપાસ હાથ ધરી મહિલા સહિત ત્રણ શખ્‍સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા દ્વારા જાહેર જનતામાં ડર ઉભો કરી ખંડણી માંગનાર અને હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી રૂપીયા કઢાવતી ગેંગ ના ગુન્‍હેગારોને ગુન્‍હાના કામે સત્‍વરે પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્‍વયે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એ.બી. ગોહીલની રાહબરી હેઠળ સ્‍ટાફના માણસો આવા આરોપીઓને ગુન્‍હાના કામે પકડી પાડવા સારૂ સતત કાર્યશીલ અને પ્રયત્‍નશીલ હોય દરમ્‍યાન અત્રેના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગઇ રાત્રીના સમયે ફરીયાદી -પરસોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા ઉ.વ.૬૭ રહે.- ચોબારી રોડ જુનાગઢ શહેર નાઓએ આવી પોતાની સાથે બનેલ બનાવ જેમાં પોતાની સાથે ઉર્મીલા નામની મહીલા સોશીયલ મીડીયાના માધ્‍યમથી પરીચય આવેલ હોય તે ઉર્મીલા નામની મહીલાએ ફરીયાદીને રાજકોટ મળવા બોલાવી ફરીયાદીને ચોટીલા ખાતે સાથે જવાનુ કહી ચોટીલા ખાતે લઇ જઇ ચોટીલા ખાતે એક હોટલમાં ફરીયાદી સાથે અંગત પળો માણી અને આ અંગત પળોનો વિડીયો પોતાના મોબાઇલમાં ઉતારી લઇ તે પછી આ વીડીયો આ ઉર્મીલા નામની મહીલાએ પોતાની બહેનપણી શગુફતા ઉર્ફે જોયા નામની મહીલાને મોકલી અને શગુફતા ઉર્ફે જોયા નામની મહીલાએ આ વીડીયો જીસાન બદવી નામના ઇસમને મોકલી અને આ કામ જીસાન બદવી નામના ઇસમએ આ વીડીયો ફરીયાદીને મોબાઇલ ફોનમાં વ્‍હોટ્‍સએપમાં મોકલી અને ફરીયાદીને આ વીડીયો વાયરલ કરવાની અને આ કામના ફરીયાદી પોતાનાથી નાની છોકરીઓ સાથે મિત્રતા કરી શરીર સંબંધ બાંધી છોકરીઓને પ્રેગ્નેન્‍ટ કરી અને રૂપીયા આપીને છોકરા પડાવી નાખે છે તેવો ખોટો ગુનો દાખલ કરાવવાની અને ફરીયાદીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી આમ તમામ આરોપીઓએ ગુનાહીત કાવતરૂ ઘડી અને ફરીયાદી પાસેથી રૂ.૪૦ લાખની બળજબરી પુર્વક માંગણી કરેલાની આપવીતી જણાવતા સુંદર બાબતે ફરીયાદીની ફરીયાદ લઇ અત્રેના પો.સ્‍ટે.માં ગુના રજી. નં.૧૧૨૦૩૦૨૪૨૫૦,૭૫૫/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહીતા-૨૦૨૩ કાયદાની કલમ-૩૦૮(૬), ૩૫૧(૪), ૬૧(૨) તથા આઇ.ટી. એક્‍ટ કલમ- ૬૬(ઇ), ૬૭(૬૭(અ) મુજબ તા.૦૫/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે જ ગુન્‍હો રજીસ્‍ટર કરી આ ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્‍સના આધારે તપાસ હાથ ધરી આ ગુન્‍હો રજી. થયાના ગણતરીના કલાકોમાં જ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 આરોપીઓ ઉર્મીલાબેન ધનજીભાઈ ખીમસુરીયા ઉ.વ.૨૮ રહે. રૈયા ચોકડી, મીરાનગર-૦૮ રાજકોટ, શગુફતા ઉર્ફે જોયા  અબ્‍દુલહબીબભાઇ શેખ ઉ.વ.૨૩ રહે.-જુલાઇવાડા અમરદીપ એપા. જુનાગઢ હાલ-રાજકોટ, જીસાન  ફારૂકભાઇ બદવી ઉ.વ.૨૮ રહે.-જુલાઇવાડા અકરમ પાન પાસે, જુનાગઢની ધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એ.બી. ગોહીલ તથા જુનાગઢ લોકલ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ.શ્રી કે.એમ. પટેલ સાહેબ નાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્‍સ. ડી.કે. ઝાલા તથા પો.હે.કો. વિપુલભાઇ રાઠોડ તથા રવિન્‍દ્રભાઇ વાંક તથા પો.કોન્‍સ. હરદાસભાઇ નંદાણીયા તથા કરશનભાઇ ભારાઇ તથા તથા જુનાગઢ લોકલ બ્રાન્‍ચના પોલીસ સ્‍ટાફના કર્મચારીઓએ એ સંયુક્‍તમાં મળીને કરેલ છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:26 PM IST)