<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ફટાકડાનો વિસ્‍ફોટ થતા યુવકની આંખમાં ગંભીર ઇજા

પાલીતાણાનાં મોખડકા ગામે વિક્રમ મકવાણાએ પીવીસી પાઇપમાં વિસ્‍ફોટક ભરીને ફોડવા જતાં દુર્ઘટના સર્જાઇઃ તબીબો દ્વારા આવા અખતરા ન કરવા સલાહ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭:  શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારો  માં બાળકો અને તરુણો તો ઠીક યુવાનો માં પણ પીવીસી પાઇપ ગન પાઉડર ભરી તેનો ફટાકડાની જેમ વિસ્‍ફોટ કરી જોખમી આનંદ મેળવવાનુ ચલણ વધ્‍યું છે. ક્ષણિક આનંદ અને રીલ બનાવવા ની ઘેલછા માં કરવામાં કરવામાં આવતી  આ રમત જીવલેણ અને કાયમી અંધાપા ને નોતરી શકે છે. ત્‍યારે  ભાવનગરના પાલીતાણા ના મોખડકા  ખાતે આવો જ એક ગંભીર  અને આંખ  ઉઘાડતો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે

જેમાં પાલીતાણા ખાતે વિક્રમભાઈ મકવાણા  નામના આશરે ૩૫ વર્ષ ના  વ્‍યક્‍તિ પીવીસી પાઇપ માં પાવડર ભરી વિસ્‍ફોટ કરવા જતા તેની આંખ માં ગંભીર ઇજા થતા તે સૌ પ્રથમ તાત્‍કાલિક સારવાર માટે પાલીતાણા ના ંptometrist આસિફ ભાઈ ડેરૈયા પાસે  પહોંચ્‍યા હતા. ત્‍યાં  આસિફ ભાઈ તેમને દવા અને આઇ ડ્રોપ્‍સ દ્વારા તાત્‍કાલિક સારવાર આપી તેને ભાવનગર ખાતે શહેર ના એક માત્ર કોર્નિયા સર્જન ડો. તન્‍વી  કામોઠી પાસે રિફર કર્યા હતા. જયા તેની માથે આ પ્રકાશ ના પર્વ પૂર્વે જ આંખો માં કાયમી અંધકાર નું જોખમ તોળાઈ રહ્યું છે. 

આ બાબત ડો. તન્‍વીબેન અને optometrist આસિફ ડેરૈયા સાથે ટેલિફોનીક વાતચીત દરમ્‍યાન તેઓ એ જણાવ્‍યું હતું કે આ બાબત લોકો માં જાગળતિ આવે એ અત્‍યંત જરૂરી છે. કારણ  કે કેમિકલ અને જોખમી ભરેલા આવા પદાર્થો ના પ્રયોગો થી દૂર રહેવું જોઈએ ઉપરાંત આવી ઘટના બને ત્‍યારે પહેલા સાદા અને ચોખ્‍ખા પાણી થી આંખ સાફ કરી ક્‍વોલિફાઇડ આંખ ના નિષ્‍ણાંત પાસે જ સમયસર પહોંચી જવું જેથી દ્રષ્ટિ બચાવવા નો અવકાશ રહે. અને આવા મજાકિયા તરકટ થી દૂર રહેવું જોઈએ.(૬.૧પ)

(3:11 PM IST)