News of Tuesday, 7th October 2025
ભાવનગર જિલ્લાના મહુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચ જેવો ધોધમાર વરસાદ : ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા : ખેડૂતોને પડયા ઉપર પાટુની જેમ બમણી નુકશાની
આ વખતે અવિરત વરસાદ વરસતા મગફળી સહિતના પાકને ભારે નુકસાન : ખેડૂતોને હેરાનગતિ

(રહીમ વસાયા દ્વારા) મહુવા તા.૭ :ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા છે. ફરીવાર આજે ખેડૂતોને પડયા ઉપર પાટુની જેમ બમણી નુકશાની પહોંચી છે.
ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે અને કહે છે કે ઓણ સાલ ખૂબ જ નુકસાન થયું છે આ વખતે અવિરત વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામથી થાકી ગયા છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
