<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કચ્છના લખપતના ગુનાઉ પાસે આવેલા મોટાપીર ટાપુ પર ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવ્યા

બીએસએફને સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ડ્રગ્સના બે પેકેટ મળતા વાયોર પોલીસ સ્ટેશનને સુપ્રત કરાયા

કચ્છના સરહદી વિસ્તારમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે લખપતના ગુનાઉ પાસે આવેલા મોટાપીર ટાપુ પર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફને સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ડ્રગ્સના બે પેકેટ મળ્યા હતા. ડ્રગ્સના પેકેટને વાયોર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે. છેલ્લે ગત 31 ઓગષ્ટના મોટા પીર ટાપુના કિનારા પરથી 6 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. ડ્રગ્સ મળી આવતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

(7:05 PM IST)